Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સ્થાનિકોની મદદથી ત્રાસવાદીઓ સરહદેથી ૮ કી.મી. અંદર ઘુસી આવેલા

કાશ્મીરમાં ૪૨ કલાકથી ભીષણ એન્કાઉન્ટર ચાલુઃ આર્મી-પોલીસના ૫ જવાનો શહીદઃ ૫ આતંકીઓને ફુંકી માર્યા

શ્રીનગર તા. ૨૨ : કાશ્મીરના સરહદી જિલ્લા કુપવાડાના જંગલમાં મંગળવારથી ચાલતા એન્કાઉન્ટરમાં ત્રણ સૈનિકો સહિત સલામતી દળોના પાંચ જવાનો શહીદ થયા હતા અને પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. કુપવાડા જિલ્લાના મુખ્ય શહેરથી ૧૨ કિલોમીટર દૂર આરામપુરામાં એન્કાઉન્ટર સવાર સુધી ચાલુ હતું.

કેટલાક આતંકવાદીઓ શમ્સબારી પર્વતમાળાની બે ટેકરીઓ પાર કરીને ૮ કિલોમીટર સુધી અંદર ઘૂસી આવતાં એલઓસીના ક્ષેત્રમાં લશ્કરનાં પેટ્રોલિંગ અને નિગરાનીમાં ખામીઓ સપાટી પર આવી હતી. મંગળવારે આતંકવાદીઓ ભારતની સરહદમાં ઘૂસ્યા પછી સ્થાનિક સંપર્કના માણસોને મળ્યા બાદ કુપવાડા શહેર તરફ આગળ વધતા હતા ત્યારે પોલીસ ટીમની નજરે ચડ્યા હતા. એ વખતે મસ્જિદમાં છુપાયેલા આતંકવાદીઓ જંગલ તરફ દોડવા માંડ્યા હતા અને એ વખતે સૈનિકોએ પાંચ આતંકવાદીઓને ખતમ કર્યા હતા. બે આતંકવાદીઓ ટેકરી પર ચડી ગયા હોવાનું મનાય છે. એ લોકો ઊંચાઈ પરથી સલામતી દળોના જવાનો પર ગોળીબાર કરતા હતા.(૨૧.૧૨)

(11:39 am IST)