Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની જેમ યુ.પી.માં પણ ૬૦૦ જેટલા અયોગ્ય વિદ્યાર્થીઓઅે MBBSની પરીક્ષા પાસ કરીઃ વ્‍યાપમ જેવા કૌભાંડનો પર્દાફાશ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશની જેમ હવે ઉત્તર પ્રદેશમાં પણ વ્‍યાપમ જેવું કૌભાંડ ખૂલ્યું છે. જેમાં ૬૦૦ બોગસ તબીબોની ભરતીનો પર્દાફાશ થયો છે.

મધ્ય પ્રદેશમાં તેના દ્વારા મોટી સંખ્યામાં અયોગ્ય લોકોની ભરતી કરવામાં આવી હતી. હવે યૂપીમાં પણ 600થી વધુ અયોગ્ય વિદ્યાર્થીઓએ એમબીબીએસ પરીક્ષા પાસ કરી હોવાનો કેસ સામે આવ્યો છે. પૈસાના બદલે આ મેડીકલના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવવામાં મદદ કરનાર એક રેકેટ પણ પર્દાફાશ થયો છે.  

રેકેટના માધ્યમથી ગરબડ ગોટાળા દ્વારા પરીક્ષા પાસ કરનાર આ વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની ગયા છે. સોમવારના રોજ આ કેસમાં મુજફ્ફરનગર મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેમણે પરીક્ષા પાસ કરવા માટે નકલ માફીયાઓને 1-1 લાખ રૂપિયા આપ્યા હતા. 5 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કેસને ઉજાગર કરનાર એસટીએફે કેસની તપાસ માટે પ્રદેશ સરકાર પાસેથી સ્પેશિલ ઇંવેસ્ટિગેશન ટીમ રચવાનો અનુરોધ કર્યો છે. 

પોલીસના અનુસાર અયોગ્ય વિદ્યાર્થીઓને મેડિકલ પરીક્ષા પાસ કરવા માટે મદદ કરનાર રેકેટ 2014થી સક્રિય છે. આ રેકેટમાં યૂપીના મોટા શિક્ષણ સંસથાન મેરઠના ચૌધરી ચરણ સિંહ યૂનિવર્સિટીના છ ઓફિસરો સહિત નવ લોકોને સામેલ કરવાની વાત સામે આવી છે. તેમની ઓળખ થઇ ગઇ છે. આ બધા આરોપીઓ મેડિકલના વિદ્યાર્થીઓને મોટાપાયે ચોરી કરાવવાનું કામ કરતા હતા. 

કેસને ઉજાગર કરનાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અનુસાર જે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમને નકલ માફિયાઓ સુધી પહોંચાડવામાં તેમની સાથે જ અભ્યાસ કરનાર મેડિકલ વિદ્યાર્થીઓનો હાથ હોવાની વાત સામે આવી છે. મુજફ્ફરનગર મેડિકલ કોલેજમાં બીજા વર્ષની આ વિદ્યાર્થીનીએ જ બંને મેડિકલ વિદ્યાર્થીને નકલ માફિયા સુધી પહોંચાડ્યા. જોકે હજુ સુધી તેમની ધરપકડક કરવામાં આવી નથી. પરંતુ તેમના પર નજર રાખવામાં આવી રહી છે. બંને 15 માર્ચના રોજ તેને ત્યારે મળ્યા હતા જ્યારે બંનેનું સેમિસ્ટર એક્ઝામ ખરાબ થઇ હતી. 

એસટીએફના અનુસાર નકલ માફિયા રેકેટ સાથે સંકળાયેલા લોકોએ યૂનિવર્સિટીના તે વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી રાખી હતી, જ્યાં આન્સર શીટને તપાસવામાં આવતી હતી. તેમની મદદથી વિદ્યાર્થીઓની ઉત્તર પુસ્તિકાઓને કોઇ વિશેષજ્ઞ દ્વારા લખવામાં આવેલી ઉત્તર પુસ્તિકા સાથે બદલવામાં આવતી હતી. નકલ માફિયા તેના માટે મેડિકલના વિદ્યાર્થીઓ પાસેથી 1-1.5 લાખ રૂપિયા લેતા હતા. તો બીજી તરફ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ પાસેથી તેના માટે 30 થી 40 હજાર વસૂલતા હતા. 

એસટીએફના અનુસાર 2017માં યૂનિવર્સિટીમાં થયેલી સેમિસ્ટર એક્ઝામની ઉત્તરવહીના બંડલોને સીલ કરવામાં આવ્યા છે. તેમના અનુસાર આ મામલે યૂનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓના નામ સામે આવી શકે છે. તપાસ હજુ ચાલુ છે. એસટીએફ ગત વર્ષોથીની ઉત્તરવહી તપાસી રહી છે. 

(6:59 pm IST)