Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જેપી અેસોસિઅેટ્સને આડે હાથે લેતી સુપ્રીમ કોર્ટઃ રૂૂ.૨૦૦ કરોડ જમા કરાવીને સારા બાળકની જેમ વ્‍યવહાર કરવા આદેશ કર્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જેપી અેસોસિઅેટ્સને આડે હાથે લઇને ખાતેદારોના બાકી નીકળતા પૈસા પરત આપવા આદેશ કર્યો છે.

સર્વોચ્ચ ન્યાયાલયે બુધવારે જેપી એસોસિએટ્સને 200 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના પૈસા માંગી રહ્યાં 2800 ઘર ખરીદદારોની મૂળ રકમનો કેટલાક ભાગ  ચુકવવા આ રકમ જમા કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે 15 એપ્રિલ સુધી 100 કરોડ રૂપિયાનો પહેલો ભાગ અને તેની પાછળ 10 મેના રોજ બાકી 100 કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટમાં આ મા મામલાની આગળની સુનવણી 15 એપ્રિલના રોજ થશે. કોર્ટે કહ્યું કે 15 એપ્રિલના કોર્ટ જોશે કે તેના આદેશનું પાલન થયું કે નહીં. કોર્ટે સાથે જ કહ્યું કે પોતાના પૈસા પરત માંગી રહ્યાં ખરીદદારોને આ રકમ અનુપાતિક (પ્રો રાટા) આધાર પર વહેંચવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલા આ વર્ષની જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે જેપી એસોસિએટ્સને બે ભાગમાં 31 ડિસેમ્બર સુધી 275 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું. જેની સાથે જ કોર્ટે જેપી એસોસિએટ્સ ને આડે હાથે લીધી અને એક સારા બાળકની જેમ વ્યવહાર કરવાનું પણ કહ્યું. કોર્ટે આ આદેશને જેપી એસોસિએટ્સ માટે રાહત મળશે તેવી આશા સાથે જોવાતો હતો. આ દરમિયાન પણ પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ. એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી.વાઈ.ચંદ્રચૂડની બેંચે રિયલ એસ્ટેટની દિગ્ગજ કંપનીને 275 કરોડ રૂપિયાની વધારાની રકમ જમા કરાવવાનું કહ્યું. આ પહેલા પણ કોર્ટે 275 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું.

(6:53 pm IST)