Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વ્હોટ્સઅેપના કો-ફાઉન્‍ડર બ્રાયન અેક્ટનું ટ્વિટઃ તમામ લોકોને ફેસબુક અેકાઉન્ટ ડિલીટ કરવાનું કહ્યું

ન્‍યુયોર્કઃ ફેસબુકના વધતા ઉપયોગ સામે ચેટિંગ અેપ્લીકેશન વ્હોટ્સઅેપના કો-ફાઉન્‍ડર બ્રાયન અેક્ટે ટ્વિટ કરીને તમામ લોકોને ફેસબુક અેકાઉન્ટ ડિલીટ કરવા સલાહ આપી છે.

એક્ટનનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની કેમ્બ્રિઝ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને તેનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ કારણે જ ફેસબુક મુશ્કેલીમાં છે. નોંધનીય છે કે ફેસબુકે વર્ષ 2014માં 19 અબજ ડોલરમાં વોટ્સએપની ખરીદી કરી હતી. જોકે, આ ડીલના બાદ પણ એલ્ટન ફેસબુક સાથે જોડાયેલા રહ્યા હતા.

ડેટા ચોરીના મામલામાં ચર્ચિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચારેબાજુથી ઘેરાયેલું છે. ફેસબુક પર આરોપ છે કે કરોડો ગ્રાહકોના ડેટા કંપની થર્ડ પાર્ટીને કંપની પોતાના અંગત ફાયદા માટે આપે છે. ફેસબુકના આ મામલે કેમ્બ્રિઝના એનાલિટિકાના સીઈઓ સસ્પેન્ડ થઈ ગયા છે. આ મામલામાં ફેસબુકને તગડો ઝટકો લાગ્યો છે. ફેસબુકના શેર આશરે સાત ટકા તૂટી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીની માર્કેટ વેલ્યૂમાં આશરે 35 અરબ ડોલર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર #DeleteFacebookનો ટ્રેંડ પણ ચાલી રહ્યો છે.

2000 અમેરિકાવાસીઓએ સર્વે દ્વારા પોતાની રાય જાહેર કરી છે. આ સર્વેમાં ફેસબુકમાં અન્ય કંપનીઓ જેવી કે માર્લાબોરો, વોલમાર્ટ અને મેકડોનાલ્ડસ પણ સામેલ છે. આ તમામ કંપનીઓમાં 27 ટકા અમેરિકનો માને છે કે ફેસબુક સમાજ માટે ખરાબ છે. જ્યારે સૌથી વધારે નકારાત્મક કંપનીમાં સિગરેટ બનાવનાર ઈન્ટરનેશનલ બ્રાંડ માર્લાબોરોને મુકવામાં આવી છે. આ દરેક કંપનીઓમાં ફેસબુક એક એવી ટેક કંપની સામેલ છે.

કેંમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ હતો કે તેમણે 5 કરોડથી વધારે ફેસબુક યુઝર્સની પ્રાઈવેટ ઈન્ફોર્મેશન સુધી પહોંચ બનાવી છે અને ઈલેક્શન કેમ્પેનમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ટેલિવિઝન ચેનલે નિક્સની એક રિપોર્ટ બતાવી હતી જેમાં નિક્સ એવું કહી રહ્યાં હતાં કે તેમણે નેતાઓને જાળમાં ફસાવવા અને વિદેશી ચૂંટણી પર અસર નાંખવા માટે ખૂબસૂરત મહિલાઓ અને રિશ્વતનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનમાં મદદ કરનાર પોલિટિકલ ડેટા ફર્મ કેંબ્રિઝ એનાલિટિકાના સીઈઓ એલેક્સેંડર નિક્સને કેપનીના બોર્ડે સસ્પેન્ડ કરી દીધા છે.

ફેસબુકના વાઈસ પ્રેસિડન્ટ Bozએ ટ્વિટર પર જાણકારી આપતા જણાવ્યું હતું કે નીતિઓના ઉલ્લંધનને કારણે ફેસબુક Cambridge Analyticaને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ફેસબુકના માલિક ઝકરબર્ગને છેલ્લા 48 કલાકમાં 58,500 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તે દુનિયાના ટોપ અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે.

(6:51 pm IST)