Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

વર્ષમાં બે વાર ઓર્ડર આપવા છતાં કોઇ નથી આપતું ભાડુતની માહિતીઃ આંતર રાષ્‍ટ્રીય સરહદ પર અજાણ્‍યા લોકોના વસવાટથી પરેશાન બીએસએફ

જમ્‍મુ : આ ચોંકાવનારા સમાચાર બની શકે છે કે જમ્‍મુ ડીવીઝનના સીમાંત ગામો અને વિસ્‍તારોમાં અજાણ્‍યા લોકોની અવર જવર, વસવાટ અને ભાડે રહેવાની ઘટનાઓ સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના માટે પરેશાની વધારી રહી છે. અને એટલે તે નાગરિક પ્રશાસન દ્વારા તાત્‍કાલીક આવા લોકોની ઓળખ કરવામાં આવે તેવું ઇચ્‍છી રહયું છે. પણ કલેકસના આવા હુકમોનું પાલન એક વર્ષની નથી થઇ રહ્યું. સ્‍થિતિ એ છે કે સાંબા જીલ્લા કલેકટર આ અંગેના હુકમો કર્યાના એક વર્ષ પછી પણ પરિણામ શૂન્‍ય જ છે.

ખરેખર તો છેલ્લા એક વર્ષથી બીએસએફ ના અધિકારીઓ ઘણી વાર આ મુદ્‌્‌ો સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉઠાવી ચૂકયા છે. બીએસએફના એક અધિકારી અનુસાર, સીમાંત ખેડૂતો ઘણીવાર એવા લોકોને આંતર રાષ્‍ટ્રીય સરહદની તારની વાડ સુધી લઇ જાય છે. જેમની કોઇ તપાસ નથી કરાઇ હોતી અને જેમાંથી ઘણાં શંકાસ્‍પદ પણ હોય છે. એટલું જ નહીં કેટલાય પ્રવાસી મજૂરોએ હવે આ ખેડૂતોના સીમાવર્તી ખેતરોમાં જ ઝૂંપડીઓ બનાવી લીધી છે.

એક વર્ષ પહેલા સાંબાના જીલ્લા કલેકટરે આ બાબતે પહેલ કરીને ૧૦ દિવસમાં એવી બધી વ્‍યકિતઓની માહિતી આપવા કહયું હતું જેઓ કાં તો ભાડે રહી રહ્યા છે અથવા જેમણે સીમાવર્તી ખેતરો અને ગામોમાં મકાન બનાવ્‍યા છે. રાજયની બહારથી આવનારા વ્‍યકિત માટે આ હુકમ અપાયો હતો. એક વર્ષ પછી સાંબાના નવા જીલ્લા કલેકટરે ૪ જાન્‍યુઆરીએ ફરીથી આવો હુકમ આપવો પડયો છે કેમ કે કોઇએ પણ આ સરકારી હુકમની પરવા નહોતી કરી.

(4:51 pm IST)