Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સાડી પહેરીને જિમ્‍નેસ્‍ટીક

નવી દિલ્‍હી, તા.૨૨: ગુલાબી રંગની સાડી પરિધાન કરી એક મહિલાએ જિમ્‍નૅસ્‍ટિક્‍સ કર્યું હોવાનો વિડિયો ઇન્‍ટરનેટ પર વાઇરલ થયો છે. જોકે તેના સ્‍ટન્‍ટમાં સાડી જરાસરખી બાધારૂપ બની હોવાનું જણાતું નથી. આ ક્‍લિપથી લોકો દંગ થઈ ગયા છે. વિડિયો આગળ વધતો જાય છે તેમ-તેમ આ મહિલા એક પ્રોફેશનલની જેમ ખૂબ ઝડપથી જિમ્‍નેસ્‍ટિક્‍સના પોલ પર હેરતઅંગેઝ કરતબ બતાવે છે. એક્‍સ યુઝર કૈરાવી રાજપૂતે ૧૯મી ફેબ્રુઆરીએ આ વિડિયો શૅર કર્યો હતો. આ યુઝરે લખ્‍યું કે મહિલા સાડી પરિધાન કરી આ કરતબ દાખવે છે. આ વિડિયોને ૫૦,૦૦૦ લોકોએ નિહાળ્‍યો છે અને ૮૦૦૦ લોકોએ લાઇક કર્યો છે. આ સંખ્‍યા વધતી જાય છે.

(4:45 pm IST)