Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

થીજેલા લેક પર સાત દેશના ૧૨૦ ખેલાડીઓ દોડ્‍યા વિશ્‍વની સૌથી અઘરી મેરથોન

લંડન, તા.૨૨: પેંગોંગ ફ્રોઝન લેક મૅરથૉનની બીજી સીઝન મંગળવારે પૂરી થઈ. વિશ્વની આ સૌથી ઊંચી જગ્‍યાએ યોજાયેલી ફ્રોઝન લેક મૅરથૉનમાં દોડવીરોનો ઉત્‍સાહ જોવાલાયક હતો. ફ્રોઝન લેક મૅરથૉનનું આયોજન લદ્દાખના ઍડ્‍વેન્‍ચર સ્‍પોર્ટ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા૧૪ કોર ઇન્‍ડિયન આર્મી અને કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. આ મૅરથૉનમાં૨૧કિલોમીટર અને ૧૦ કિલોમીટરની બે કૅટેગરીમાં વિશ્વના વિવિધસાતદેશના૧૨૦ દોડવીરોએ ભાગ લીધો હતો.૧૪,૨૭૩ફુટની ઊંચાઈએ ભારે હિમવર્ષા વચ્‍ચે આ રેસ યોજાઈ હતી. રેસ દરમ્‍યાન તાપમાન માઇનસ ૧૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ મૅરેથૉનને વિશ્વની સૌથી અઘરી મૅરથૉન કહેવામાં આવે છે.

ફ્રોઝન લેક મૅરથૉનનો હેતુ ઝડપથી પીગળતા હિમાલયની ગ્‍લૅસિયરો વિશે જાગળતિ ફેલાવવાનો છે. આ રેસ દ્વારા માનવીય પ્રવળત્તિઓને નિયંત્રિત કરીને પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય એ સમજાવવામાં આવ્‍યું છે. હિમાલયની ગ્‍લૅસિયર્સને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા આ જાગળતિ અભિયાનને થીએસ્‍ટ્રોન નામ આપવામાં આવ્‍યું છે. મતલબ કે ગ્‍લોબલ ર્વોમિંગની અસરને કારણે થીજી ગયેલા પેંગોંગ લેક પર આ છેલ્લી રેસ હોઈ શકે છે તેમ જ ચાંગથાંગ જેવાં સ્‍થળોએ શિયાળુ પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા માટે પણ આ મૅરથૉન યોજાઈ હતી.

(4:45 pm IST)