Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

યુપીઆઇ સ્‍કેમ : ગ્રાહકોના ખાતા ખાલી કરી રહયા છે સાયબર માફીયાઓ

આઇ.સી.આઇ.સી.આઇ. બેંકે ખાતાધારકોને સાવચેત રહેવા ચેતવણી આપી

નવી દિલ્‍હી તા.૨૨ : આઇ .સ ી .આઇ .સી .આઇ બેંકે તેના તમામ ગ્રાહકોને નવી યુ.પી.આઇ. એપ સ્‍કેમ વિશે ચેતવણી આપી છે આ ચેતવણી ઓનલાઇન બેકિંગ અને ખાસ કરીને વિવિધ યુ.પી.આઇ એપ્‍સનો ઉપયોગ કરનારાઓ માટે જારી કરવામાં આવી છે.

બેંકે તેના ગ્રાહકોને મોકલેલા ઇમેલમાં જણાવ્‍યું છે કે સાયબર ઠગ માલવેરની મદદથી યુ.પી.આઇ. એપને નિશાન બનાવી રહયા છે અને ખાતા ખાલી કરી રહયા છે, બેંકે કહયું કે મોબાઇલ ઉપકરણોને નવીનતમ ઓપરેટિંગ સિસ્‍ટમ્‍સ અને સુરક્ષા પેચ સાથે અપડેડ રાખો.

ઇમેલ અથવા મેસેજમાં શંકાસ્‍પદ લિંક પર કિલક કરશો નહીં, અજાણી એપ્‍સ ડાઉનલોડ કરવાનું ટાળો.

(4:44 pm IST)