Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

નાસાની અનોખી શ્રધ્‍ધાંજલી

ચંદ્ર પર લેન્‍ડ થનારા સ્‍પેસક્રાફ્‌ટ પર પ્રમુખ સ્‍વામી મહારાજની તસવીર

વોશિંગ્‍ટન, તા.૨૨: બીએપીએસ(બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્‍વામિનારાયણ સંસ્‍થા) સંગઠનના ગુરુ પ્રમુખ સ્‍વામી મહારાજને અમેરિકન અવકાશી સંસ્‍થા નાસા એક અનોખી શ્રધ્‍ધાંજલિ આપવા જઈ રહી છે.

નાસાનુ યાન ઓડીસિયસ ચંદ્ર તરફ આગળ વધી રહ્યુ છે અને નાસાના આઈએમ-૧ મિશનના ભાગરુપે તે ૨૨ ફેબ્રુઆરીએ ચંદ્ર પર સોફ્‌ટ લેન્‍ડિંગનો પ્રયાસ કરશે. તેની બહારની સપાટી પર પ્રમુખ સ્‍વામી મહારાજની તસવીરની અને તેમણે કરેલા કામોની કોતરણી કરવામાં આવી છે.

ઈંચ્‍યુટિવ મિશન્‍સ દ્વારા સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરવામાં આવી છે અને લખવામાં આવ્‍યુ છે કે, રિલેટિવ ડાયનેમિક્‍સના સમન્‍વયથી લોન્‍ચ કરાયેલા આઈએમ -૧ મિશન દ્વારા પરમ પાવન પ્રમુખ સ્‍વામી મહારાજને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. સ્‍પેસ ક્રાફ્‌ટ પર કરાયેલી કોતરણી પ્રમુખ સ્‍વામી મહારાજની સેવાના સન્‍માનમાં છે. તેમણે આખુ જીવન નિસ્‍વાર્થ પણે માનવીય મૂલ્‍યોના સમર્થનમાં તેમજ માણસ જાતની સેવામાં પસાર કર્યુ હતુ. તેમના સેવા કાર્યો બે દેશો વચ્‍ચેના સાંસ્‍કળતિક જોડાણનુ નિમિત્ત બન્‍યા હતા. અંતરિક્ષમાં પણ શોધખોળના ક્ષેત્રે અલગ અલગ દેશોનુ જોડાણ મહત્‍વનુ બની રહે છે.

પ્રમુખ સ્‍વામી મહારાજનો જન્‍મ ૧૯૨૧માં થયો હતો. તેમનુ સાંસારિક નામ શાન્‍તિલાલ પટેલ હતુ અને બાદમાં તેમણે સ્‍વામીનારાયણ સંપ્રદાયમાં જોડાઈને દીક્ષા ગ્રહણ કરી હતી. વડોદરા પાસે જન્‍મેલા પ્રમુખ સ્‍વામી મહારાજના નેતળત્‍વમાં બીએપીએસ સંપ્રદાયે સમગ્ર દુનિયામાં પોતાની શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને સામાજિક કાર્યોને લગતી પ્રવળત્તિઓનો વિસ્‍તાર કર્યો હતો.

પ્રમુખ સ્‍વામી મહારાજના કારણે અમેરિકામાં બીએપીએસના સંખ્‍યાબંધ મંદિરોનુ નિર્માણ થયુ છે. દિલ્‍હી ખાતેનુ ભવ્‍ય અક્ષરધામ મંદિર પણ તેમણે જ બનાવડાવ્‍યુ હતુ. તેમના જીવનકાળમાં લગભગ ૧૦૦૦ નવા મંદિરો બન્‍યા હતા. ૨૦૧૬માં ૯૪ વર્ષની વયે તેઓ સ્‍વર્ગવાસી થયા હતા.

(4:05 pm IST)