Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વિદેશથી ભારત આવનારા લોકો માટે આજથી નવી ગાઈડલાઈન્સ લાગુ :નવા નિયમનો અમલ

ડેક્લેર્શન ફોર્મની સાથે પ્રમાણિત RT-PCRનો નેગેટિવ કોરના રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલેય વિદેશથી પ્રવાસ કરીને ભારત આવનારા માટે નવા નિયમ બહાર પાડ્યા છે. નવા નિયમ 22 ફેબ્રુઆરી એટલે કે આજે મધરાતથી લાગુ થશે અને આગામી આદેશ સુધી યથાવત રહેશે.

વિદેશથી આવનાર તમામ પ્રવાસીઓએ કોવિડ-19 માટે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ પ્રવાસ પહેલા ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર ભરવાનું રહેશે.પ્રવાસીઓએ નવી દિલ્હી એરપોર્ટના ઓનલાઈન પોર્ટલ પર ડેક્લેર્શન ફોર્મની સાથે પ્રમાણિત RT-PCRનો નેગેટિવ કોરના રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પ્રવાસ શરૂ કર્યાના 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે

  • માત્ર લક્ષણ વગરના પ્રવાસીઓને જ થર્મલ સ્ક્રીનિંગ બાદ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.
  • નેગેટિવ રિપોર્ટ વગર ભારત પહોંચવા પર પરિવારમાં કોઈનું પણ મૃત્યુના સમયે મુસાફરીની મંજૂરી હશે.
  • છૂટ મેળવવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પોર્ટલ પર પ્રવાસના 72 કલાક પહેલા અરજી કરવાની રહેશે.
  • આ નિયમ સમુદ્રી માર્ગે પ્રવાસ કરનાર પર પણ લાગુ થશે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો લાભ નહીં લઈ શકે.
  • બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકાથી પહોંચનારા પ્રવાસીઓને કંપની તરફથી વિમાનમાં અલગ કરવાના રહેશે.
  • બ્રિટન, યૂરોપ અથવા દક્ષિણ એશિયાથી ભારત પહોંચવા પર મુસાફરોને ખુદના ખર્ચે મોલીક્યૂલર તપાસ કરવી જરૂરી રહેશે.
  • એરપોર્ટથી બહાર નીકળતા પહેલા પ્રવાસીએ પોતાના સેમ્પલ નક્કી ક્ષેત્ર પર આપવા પડશે.
(11:12 am IST)