Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સોનભદ્ર જી.એસ.આઇ.ના નવા ખુલાસાથી તુટી શકે છે ભારતની આશાઃ ફકત ૧૬૦ કિલો સોનું હોવાનો દાવો

            ઉતરપ્રદેશના સોનભદ્રમાં જમીનની નીચે અખુટ સોનાનો ભંડાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે જિયોલજિકલ સર્વે ઓફ ઇન્‍ડિયા (જીએસઆઇ) એ દાવો કર્યો છે કે ખાણમાં ૩૦૦૦ હજાર ટન નહી પણ ફકત ૧૬૦ કિલો સોનું છે. જીએસઆઇના નિર્દેશક ડો. જી.એસ. તિવારીના અનુસાર સોનભદ્રની ખાણમાં ૩૦૦૦ ટન સોનું હોવાની વાત જીએસઆઇ નથી માનતુ એમણે કહ્યું કે સોનભદ્રની ખાણમાં પર૮૦૬.રપ ટન સુવર્ણ અયસ્‍ક હોવાની વાત કહેવામા  આવી છે નહી કે શુદ્ધ સોનાની જી.એસ. તિવારીના અનુસાર સુવર્ણ મસ્‍કથી પ્રતિટન ફકત ૩.૦૩ ગ્રામ જ સોનુ નીકળશે  એટલે કે પુરી ખાણમાથીં માત્ર ૧૬૦ કિલો જ સોનું નીકળશે.

            એમણે બતાવ્‍યુ કે હજુ તો સોનભદ્રમાં સોનાની તલાશ ચાલુ છે સર્વે ચાલી રહ્યા છે  જીએસઆઇ દ્વારા આ તપાસની યુએનએફસી માનકની જી-૩ સ્‍તરની રીપોર્ટ ભુતત્‍વ ખનિક કર્મ નિર્દેશાલયને મોકલવામા આવી છે.

            એમણે આગળ બતાવ્‍યુ કે સોનભદ્રના જિલ્લા ધિકારી ભુમિ સંબંધી રીપોર્ટ લેવાઇ રહી છે. આ પછી આ પુરા ક્ષેત્રને ભુરાજસ્‍વ માનચીત્ર પર અંકિત કરી  ખોદાઇ માટે ઉપર્યુકત ક્ષેત્રની ઔપચારિકતા પુરી કરવામાં આવશે.

(11:03 pm IST)