Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ચંદીગઢમાં લેપટોપની બેટરી ફાટવાથી સર્જાણી કરૂણાંતિકાઃ પીજી હાઉસમા લાગી ભીષણ આગઃ ત્રણ છોકરીઓ જીવતી સળગી ગઇઃ બે છોકરી ગંભીર રીતે દાજી ગઇ

            ચંદીગઢ સેકટર ૩ર-ડી મા એક મકાનમાં  ગુરકાનુની રીતે ચલાવવામા આવતા પીજી હાઉસમા શનિવારના ભીષણ આગ લાગીગઇ. આ દુર્ઘટનામા  ત્રણ છોકરીઓ જીવતી સળગી ગઇ જયારે છોકરીઓ ગંભીર રીતે દાઝી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે એક છોકરી છતથી કુદીને પોતાનો જીવ બચાવ્‍યો. મૃતક છોકરીઓના નામ રિયા, પ્રાચી, અને મુસ્‍કાન છે. મરવાવાળી બે છોકરીઓ પંજાબની અને એક હરિયાણાની છોકરી મુસ્‍કાન હતી. શનિવારે સાંજના લોકોએ પીજી હાઉસમા ધૂમાડો જાયો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

            આ પછી ફાયર બ્રિેગેડની ટીમ અને પોલીસ પહોંચી અને આગ બુઝાવવાનુ કામ શરુ કર્યુ. અંદર જઇ જોયું તો ત્‍યાં પાંચ છોકરીઓ ખરાબ રીતે દાઝેલ અવસ્‍થામા  પડી હતી. એમને હોસ્‍પિટલ લઇ જવામાં આવી જયાં સારવાર દરમ્‍યાન ત્રણ છોકરીઓના મોત થયા. અન્‍ય બે છોકરીઓની હાલત ગંભીર છે.

            પ્રાંચી અને મુસ્‍કાન એસ.ડી. કોલેજમા એમ.કોમ.ની વિદ્યાર્થી હતી. પીજીમા  લગભગ રપ બાળકોની રહેવાની વ્‍યવસ્‍થા છે પણ નહીં ચાર-પાંચ છોકરીઓ રહેતી હતી. આગ લેપટોપની બેટરી ફાટવાથી લાગેલ હતી. અહી ગેરકાનુની રીતે પીજી ચલાવવામા આવતી હતી. રૂમની અંદર સામાન વધારે હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. દાઝી ગયેલ છોકરીઓના નામ જેસમિન અને ફામીના છે.

(10:18 pm IST)