Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાતમી માર્ચે અયોધ્યાનો પ્રવાસ કરશે

ભગવાન રામની વિશેષ પૂજા કરશે

મુંબઈ, તા.૨૨ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાતમી માર્ચના દિવસે અયોધ્યાની મુલાકાત લેશે જ્યાં તેઓ તેમના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડી સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના પ્રસંગે ભગવાન રામની પૂજા કરશે. ટ્વિટ કરીને શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું છે કે, ઠાકરે બપોરમાં ભગવાન રામની પુજા કરશે અને ત્યારબાદ સાંજે સરયુ નદીના કિનારે આયોજિત મહાઆરતીમાં ભાગ લેશે. સંજય રાવતે મોટી સંખ્યામાં ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા તમામ શિવસૈનિકોને અપીલ કરી છે. પ્રવક્તાએ દિલ્હી સરકાર સમક્ષ મામલાને મોકલી દીધો છે. દિલ્હી સરકાર તરફથી સંદર્ભમાં હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી શકી નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા અને બહુમતિ પણ મળી ગઈ હતી પરંતુ મુખ્યમંત્રી પદના મુદ્દે શિવસેનાએ જિદ્દી વલણ અપનાવ્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધ તુટી ગયા હતા. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. સરકારને હવે ૧૦૦ દિવસ પુરા થઇ ગયા છે.

(7:58 pm IST)