Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

શાહીન બાગ : ચોથા દિવસે પણ મંત્રણા નિષ્ફળ પુરવાર

દેખાવકારો જિદ્દી વલણ ઉપર હજુ પણ અકબંધ : દેખાવકારોમાં પણ મતભેદની સ્થિતિ : નોઇડા-કાલિંદીકુંજ રોડને થોડાક સમય માટે ખોલી દેવાયા બાદ ફરીથી બંધ

નવી દિલ્હી, તા.૨૨ : દિલ્હીના શાહીનબાગમાં નાગરિક સુધારા કાનૂનની સામે વિરોધ પ્રદર્શનનો દોર આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. દેખાવકારો સાથે સુપ્રીમ કોર્ટ તરફથી નિમાયેલા મંત્રણાકાર સાધના રામચંદ્રને આજે ચોથા દિવસે પણ વાતચીત કરી હતી પરંતુ વાતચીત ફ્લોપ રહી હતી. શાહીનબાગને ખોલી દેવાને લઇને ્મતભેદો અકબંધ રહ્યા છે. ચોથા દિવસે પણ દેખવકારોની એકપણ વાત સાંભળવા દેખાવકારો તૈયાર થયા હતા. સાત જેટલી માંગણીઓ દર્શાવીને મંત્રણાકારોને પરત મોકલી દેવામાં આવ્યા હતા. દેખાવકારોએ મંત્રણાકાર સમક્ષ સાત માંગણી મુકીને કહ્યું હતું કે, જ્યાં સુધી સીએએને પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી રસ્તાને ખાલી કરવામાં આવશે નહીં.

      સવારે ૧૦.૩૦ વાગે સાધના રામચંદ્રન પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, જો રસ્તો ખુલશે નહીં તો તેમની મદદ કરી શકાશે નહીં. અમે પ્રદર્શન ખમત કરવા માટે કહી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ સરકાર તરફથી પણ આવ્યા નથી. સુપ્રીમ કોર્ટના કહેવાથી અમે આવ્યા છે અને સુરક્ષા આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે. એક પાર્કમાં વિરોધ પ્રદર્શન કરવા માટે કહેવામાં આવશે. પ્રદર્શનકારીઓની માંગ છે કે, એનપીઆરને લાગૂ કરવાની રૂ નથી. કેન્દ્રીય મંત્રીઓના વિવાદાસ્પદ નિવેદનો બદલ કાર્યવાહી થવી જોઇએ. આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને વળતર મળવા જોઇએ. પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર માટે રકમ મળવી જોઇએ.

      દિલ્હી પોલીસ પર વિશ્વાસ હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ શાહીનબાગ પ્રદર્શન કરનાર લોકોમાં પણ મતભેદની સ્થિતિ ઉભી થઇ ગઈ છે. ૭૦ દિવસથી પ્રદર્શન જારી છે. આજે આશરે બે મહિના બાદ નોઇડા-ફરિદાબાદને જોડનાર માર્ગને ખોલી દેવામાં આવ્યો હતો પરંતુ થોડાક સમય બાદ તેને ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. દેખાવકારોના એક ગ્રુપે રોડ નંબર ૯ને દૂર કરી દેવામાં આવી છે જેથી અહીંથી વાહનોની અવરજવર રૂ થઇ હતી. જો કે, થોડાક સમય બાદ અન્ય ગ્રુપના લોકોએ આવીને રસ્તાને ફરી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. પ્રદર્શનકારીઓ વચ્ચે પણ ખેંચતાણની સ્થિતિ થઇ ગઇ છે. આજે નોઇડા-કાલિંદીકુંજને ખોલી દેવામાં આવ્યા બાદ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

      જો કે, ખુશી થોડાક સમય માટે રહી હતી. કારણ કે, દેખાવકારોએ ફરી રસ્તાને બંધ કરી દીધો હતો. શાહીનબાગમાંવિરોધ પ્રદર્શન છેલ્લા ૭૦ દિવસથી જારી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી ટીમની વાત પણ સ્વીકારવામાં આવી રહી નથી. કટ્ટરપંથી વલણ દેખાવકારો અપનાવી રહ્યા છે. જુદી જુદી માંગણીઓ પણ કરી રહ્યા છે.

(7:54 pm IST)