Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભારતના રિયલ એસ્ટેટમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જંગી નાણા રોક્યા છે

અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ રોકાણ કર્યું : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર એક રાજનેતા જ નહીં પણ અમેરિકાના દિગ્ગજ કારોબારી છે : પુણે, મુંબઈ, કોલકાતા, ગુડગાંવમાં રોકાણ

નવી દિલ્હી, તા. ૨૨ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ભારત યાત્રાએ પહોંચી રહ્યા છે ત્યારે કેટલીક નવી બાબતો પણ જાણવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર રાજનેતા નહીં બલ્કે અમેરિકાના એક દિગ્ગજ કારોબારી પણ છે. રિયલ એસ્ટેટની સાથે સાથે અન્ય કારોબારમાં પણ ટ્રમ્પ પૈસા લગાવી ચુક્યા છે. સૌથી મોટી બાબત છે કે, ટ્રમ્પે રિયલ એસ્ટેટમાં નોર્થ અમેરિકા બાદ જો કોઇ જગ્યાએ સૌથી વધુ પૈસા લગાવ્યા છે તો તે ભારત છે. ટ્રમ્પની યાત્રા અનેકરીતે ખુબ મહત્વ પૂર્ણ રહેલી છે. કારોબારી અને રાજનેતા તરીકેના ગુણ ટ્રમ્પ ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં પ્રથમ વખત આવી રહ્યા છે પરંતુ તેમના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર હાલના વર્ષોમાં અનેક વખત ભારતની યાત્રા કરતા રહ્યા છે.

      ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ઘણી બધી જવાબદારી સંભાળી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સામ્રાજ્યની વાત કરવામાં આવે તો ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ૫૦૦ કારોબારી એકમોના ગ્રુપ તરીકે છે જેના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ છે. ૨૫૦થી વધુ કંપનીઓ ટ્રમ્પના નામનો ઉપયોગ કરે છે. આની સ્થાપના ટ્રમ્પના દાદી એલિઝાબેથ ક્રાઈસ્ટ તથા પિતા ફ્રેડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. કંપનીની વાર્ષિક આવક આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકી પ્રમુખ બનતા પહેલા તેમની કંપનીના હિતોના સંઘર્ષથી બચવા માટે કોઇ અન્ય દેશમાં રોકણની તમામ યોજનાઓને રોકી રાખવામાં આવી છે. ન્યુયોર્કની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને વર્ષ ૨૦૧૩માં ભારતીય રિયલ એસ્ટેટ બજારમાં એન્ટ્રી કરી હતી અને ભારતીય કંપનીની સાથે મળીને પાંચ લકઝરી પ્રોજેક્ટ લોંચ કરવામાં આવી ચુક્યા છે.

      ટ્રમ્પની કંપનીઓ સાથે ભારતીય કંપનીઓ લોધા ગ્રુપ, પંચશીલ રિયાલીટી, ટ્રિડેટા, યુનિમાર્ક અને આઈરિયો કામ કરી રહી છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરનાર કંપનીઓનું કહેવું છે કે, તે માત્ર ટ્રમ્પના બ્રાન્ડ નેમ ઉપર ૪૦૦ ટકા વધારાની કિંમત વસુલ કરી રહી છે. ટ્રમ્પ ટાવર્સ પુણેમાં અનેક વિશેષતા રહેલી છે. જે કલ્યાણીનગરમાં સ્થિત છે. ૨૩ માળના બે ટાવર આવેલા છે. કિંમત ૧૫ કરોડ રૂપિયા ઉપરની છે. પુણેના એપાર્ટમેન્ટમાં રિષી કપૂર અને રણબીર કપૂરે એક-એક એપાર્ટમેન્ટની ખરીદી કરેલી છે. આવી રીતે મુંબઈમાં ટ્રમ્પ ટાવર છે જે ૭૫ માળની છે. તેમાં ૩૦૦ અપાર્ટમેન્ટ આવેલા છે. અહીં નવ કરોડ રૂપિયા સાથે રૂઆત થાય છે. કોલકાતામાં પણ ટ્રમ્પ ટાવર છે જેમાં .૭૫ કરોડ રૂપિયાથી કિંમત રૂ થાય છે. આમા પણ તમામ વિશેષતા રહેલી છે. સનટેરેસની સુવિધા આમા રાખવામાં આવી છે. ઉપરાંત ગુડગાંવમાં ટ્રિડેટા ટ્રમ્પ ટાવર છે જેમાં ૫૦ માળના બે ટાવર છે. અહીં કિંમત . કરોડ રૂપિયાથી રૂ થાય છે. ૨૨ ફૂટ ઉંચા ડબલ હાઈટ લિવિંગ રુમની વિશેષતા રહેલી છે.

(7:50 pm IST)