Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્નિ મેલેનિયા ટ્રમ્પના કાર્યક્રમથી અંતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનું નામ દૂર

કોંગ્રેસના નેતા શશી થરુરના મોદી સરકાર પર આકરા પ્રહારો : કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રીને આમંત્રણ ન મળતા ભાજપના સંબિત પાત્રા તરફથી કરાયેલો ખુલાસો : મેલેનિયા ટ્રમ્પ હેપ્પીનેસ ક્લાસની મુલાકાત લેનાર છે

નવીદિલ્હી, તા. ૨૨ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્નિ મેલેનિયા ટ્રમ્પના દિલ્હીમાં આયોજિત કાર્યક્રમથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ દૂર કરી દેવામાં આવતા આને લઇને જોરદાર રાજનીતિ રૂ થઇ ગઇ છે. મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની સ્કુલમાં એક ઇવેન્ટમાં ભાગ લેનાર છે. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, ઇવેન્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ઉપસ્થિત રહેશે પરંતુ હવે તેમના નામ દૂર કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ આવ્યા છે. આને લઇને કોંગ્રેસી નેતા શશી થરુરે પણ પ્રતિક્રિયા આપી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ અંગે ખુલાસો કર્યો છે. દિલ્હી સરકારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મોદી સરકારના કહેવાથી કામ થયું છે.

         કોંગ્રેસી નેતા શશી થરુરે પણ મુદ્દા ઉપર ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, નામ સામેલ કરવા અથવા તો નામ દૂર કરવામાં તેમની કોઇપણ પ્રકારની ભૂમિકા નથી. આમંત્રણ મળવાના અહેવાલ અંગે શશી થરુરે કહ્યું છે કે, પ્રકારની રાજનીતિ અયોગ્ય નથી. કેજરીવાલ સરકાર હાલમાં પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈ આવી છે. લોકો કેજરીવાલને ચૂંટીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે લાવ્યા છે. લોકશાહી માટે બાબત યોગ્ય નથી. રાષ્ટ્રપતિ ભવનના ભોજન કાર્યક્રમમાં, વડાપ્રધાનના કાર્યક્રમમાં વિપક્ષને આમંત્રણ નહીં આપવાની બાબત નાની વાત હોઈ શકે છે પરંતુ તે ભારતની પ્રતિષ્ઠાને અસર કરે છે. દિલ્હી સરકારના સુત્રોએ કહ્યું છે કે, કેજરીવાલ અને સિસોદિયાના નામ સ્કુલ ઇવેન્ટના કાર્યક્રમથી પડતા મુકી દેવામાં આવ્યા છે જ્યાં મેલેનિયા ટ્રમ્પ પહોંચનાર છે. પહેલા કાર્યક્રમમાં બંને નેતા પહોંચનાર હતા.

         ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટી સરકાર તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ મનિષ સિસોદિયાએ હેપ્પીનેસ ક્લાસ અંગે ટ્વિટ કરીને કહ્યું છે કે, હેપ્પીનેસ ક્લાસ દરેક પ્રકારની નફરત અને નાની માનસિકતાથી અલગ છે. બીજી બાજુ સંબિત પાત્રાએ કહ્યું છે કે, આવા પ્રસંગ પર રાજનીતિ કરવી જોઇએ નહીં. ભારત સરકારે અમેરિકાને સલાહ આપી નથી કે, કોને બોલાવવા જોઇએ અને કોને બોલાવવા જોઇએ નહીં. પ્રકારે તુ તુ મેં મેં કરવાથી કોઇ ફાયદો થશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના પત્નિ મેલેનિયા ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીની એક સરકારી સ્કુલમાં પહોંચનાર છે. અહીં અભ્યાસ કરનાર બાળકોને મળશે. હેપ્પીનેસ ક્લાસને નિહાળશે. સ્કુલમાં બાળકોને ખુશ કરવા અને મનોરંજનની સાથે તેમના ઉત્સાહને વધારવાના પ્રયાસ કરવામાં આવે છે. દિલ્હીની સરકારી સ્કુલોમાં હેપ્પીનેસ ક્લાસની રૂઆત વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી. હેપ્પીનેસ ક્લાસનું ઉદ્ઘાટન તિબેટના ધર્મગુરુ દલાઈ લામા દ્વારા કરાયું હતું. ગાળા દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ તેમની સાથે રહ્યા હતા.

(7:48 pm IST)