Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પેન્સિલની અણી પર ટચૂકડું શિવલિંગ

ભુવનેશ્વર,તા.૨૨: ગઈ કાલે મહાશિવરાત્રિના પર્વ પર ઓડિશાના મિનિએચર આર્ટિસ્ટ એલ. ઈશ્વર રાવે શિવલિંગની બે પ્રતિકૃતિ બનાવી છે. એક પેન્સિલનની અણી પર અને બીજી બોટલની અંદર પથ્થરની છે. ૦.૫ ઇંચ ઊંચું શિવલિંગ પથ્થરમાંથી બન્યું છે અને ૦.૫ સેન્ટિમીટરનું શિવલિંગ પેન્સિલની અણી પર કોતર્યું છે.

ઈશ્વર રાવ ભુવનેશ્વરથી ૨૦ કિલોમીટર દૂર જટણી ગામમાં રહે છે અને મિનિએચર કોતરણીઓ કરવામાં કુશળ છે. તેમના કહેવા મુજબ આ ખૂબ જ મુશ્કેલ કામ છે. પથ્થર પર કોતરણી કરતાં તેમને બે દિવસ લાગ્યા હતા અને પેન્સિલ પરની કોતરણી એક જ દિવસમાં તેમણે કરી હતી. ઈશ્વર રાવનું કહેવું છે કે આ કાર્યમાં એકાગ્રતા ઉપરાંત લાંબા સમયનો અભ્યાસ પણ જોઈએ. આ પહેલાં રાવે પેન્સિલની અણી પર આંબલીના બિયાથી વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી. ગયા વર્ષે ક્રિસમસ પછી તેમણે એક બોટલની અંદર ચર્ચ બનાવ્યું હતું.

(3:47 pm IST)