Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ફોટોગ્રાફરે રણથંભોરમાં જમીન ખરીદ્યા પછી કુદરતને સોંપી દીધી : પ્રાણીઓ માટે જંગલ ઊગવા દીધું

નવી દિલ્હી,તા.૨૨: સામાન્ય રીતે વ્યકિત જમીન ખરીદ્યા પછી એના રક્ષણ માટે સીમાંકનની વાડ બાંધવા સહિત અનેક વ્યવસ્થા કરે છે. પંરતુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર આદિત્યસિંહેવાઘના અભયારણ્ય રણથંભોરને અડીને જમીન ખરીદ્યા પછી એ જગ્યા પર વાદ્ય મોકળાશથી ફરે અને એનો ઉછેર થાય એ માટે ત્યાં જંગલ ઊગવા

દીધું હતું. આદિત્યસિંહ ૧૯૯૮માં દિલ્હીની વહીવટી સેવામાં ઉચ્ચ હોદાની નોકરી છોડીને કલાકાર પત્ની પૂનમ સાથે રાજસ્થાનના રણથભોરમાં રહેવા ગયા હતા. કુદરતના સાંનિધ્યમાં રહેવાના ઇરાદાથી જંગલની નજીકના પ્રદેશમાં પહોંચ્યા પછી આજીવિકા માટે આદિત્ય અને પૂનમે ટૂરિસ્ટ રિસોર્ટ શરૂ કર્યો હતો, આસપાસ વાદ્યનો ભય હોવાથી કેટલાક ખેડૂતો તેમની જમીન વેચવા ઇચ્છતા હતા. એવી જમીનમાંની ૩૫ એકર જમીન આદિત્ય અને પૂનમે ખરીદી લીધી હતી, પરંતુ એ જગ્યાએ ખેતી કરવાને બદલે બન્નેએ ત્યાં જંગલ ઊગવા દીધું હતું. ર૦ વર્ષમાં એ ૩૫ એકરમાં હર્યુભર્યું ગાઢ જંગલ બની ગયું છે. હવે ત્યાં વાઘ ઉપરાંત સિંહો અને જંગલી ભૂંડ પણ ફરે છે. એ વિસ્તાર ભડલાવ નામે ઓળખાય છે.

(3:47 pm IST)