Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ખબર છે, માર્ક ઝુકરબર્ગે બગલ નીચેનો પરસેવો લૂછવા માટે આખી ટીમ રાખી હતી ?

ફેસબુકઃ ધ ઇનસાઇડ સ્ટોરીમાં કરવામાં આવેલો દાવો

ન્યુયોર્ક, તા.૨૨: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેઓ એક વિચિત્ર રીતને કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે

કે માર્ક ઝુકરબર્ગે તેમની બગલ (ખભા નીચે)નો પરસેવો લૂછવા માટે આખી ટીમ રાખી હતી. ટેકનોલોજી જર્નલિસ્ટ સ્ટીવન લેવી ટેકનોલોજી મેગેઝિન 'વાયર્ડ'ના તંત્રી છે. લેવીના પુસ્તક 'ફેસબુકઃ  ધ ઇનસાઇડ સ્ટોરી'માં કરવામાં આવેલા આ દાવા ફેસબુકના કર્મચારીઓ દ્વારા કહેવાતા શબ્દોને સંદર્ભિત કરે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુસ્તકના લેખક પાસે ૨૦૦૬માં લખેલી ઝુકરબર્ગની વ્યકિતગત ડાયરી વિશેની માહિતી છે.

લેવીના પુસ્તકમાં ઝુકરબર્ગના જીવન સાથે જોડાયેલી ઘણી વ્યકિતગત બાબતો બહાર આવી છે. તેમણે લખ્યું છે કે જયારે ઝકરબર્ગ ઇન્ટરવ્યુ, ભાષણ અથવા કોઈ મોટી ઘટના પહેલાં નર્વસ થઈ જાય ત્યારે તેમનો પરસેવો વળી જતો હતો. આ જ સમસ્યા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. તો પુસ્તકમાં ૨૦૧૦માં ઝકરબર્ગના ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ છે. બ્લુમબર્ગ દ્વારા પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે, જયાં આ બાબત સામે આવ્યા બાદ યુઝર્સ સોશ્યલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(3:46 pm IST)