Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જાપાની ક્રુઝના ત્રણ ઈઝરાઈલી પેસેંજરો કોરોના વાયરસની ઝપટમાં

ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે જાપાનના કિનારે ઉભેલી ડાયમન્ડ પ્રિન્સેસ ક્રુઝના ૧૫ ઈઝરાઈલી પેસેન્જરોમાંથી ત્રણને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમને જાપાનની હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમની સારવાર કરતી ટીમ સાથે એક ઈઝરાયેલી ડોકટર પણ જોડાશે. આ જહાજના અન્ય ૭૦ પેસેન્જરોને પણ ચેપ લાગ્યાનું રવિવારે જણાવાયુ હતુ. ૩૫૦૦ લોકો  સાથેના  આ જહાજમાં આ સાથે કોરોના વાયરસના અસર ધરાવતા પેસેન્જર અને  ક્રુ નો આંકડો ૩૫૫ પર પહોચ્યો છે.

(3:41 pm IST)