Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પની મુલાકાત રાજકોટ સહિત ૬ શહેરોને ફળશે

રાજકોટ, વડોદરા સહિત ૬ શહેરોને મ્યુ.બોર્ડ જારી કરવા અમેરિકા મદદ કરશેઃ થશેઃ કરાર : સ્માર્ટ સીટીને ટેકનીકલ મદદ પણ આપી શકે છે અમેરિકાઃ ભાગ્ય ખુલી જશે

નવી દિલ્હી, તા.૨૨: રાજકોટ સહીત ૬ શહેરોને મ્યુનીસીપલ બોન્ડ જારી કરવામાં અમેરિકી મદદ કરશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત રાજકોટ અને અન્ય શહેરો માટે ફળદાયી બનશે. શહેરી પ્રોજેકટો માટે મ્યુનીસીપલ બોન્ડના તુલનાત્મક ગ્રીન માર્કેટ માટે ભારત અને અમેરિકા ટેકનીકલ સહયોગ વિકસાવી રહ્યા છે. અમેરિકી નાણા વિભાગ રાજકોટ સહિતના અને અન્ય ૪ સ્માર્ટ સીટી સહીત કુલ ૬ શહેરોને ટેકનીકલ જાણકારી આપશે. પાણી પુરવઠા અને સીવર (ગેસ પાણીના નિકાલ) પ્રોજેકટ માટે મ્યુનીસીપલ બોન્ડ જારી કરવાની બાબત પણ આમાં સમાવિષ્ટ છે.

અમેરિકી નાણા વિભાગ ઉંચું ક્રેડીટ રેન્કીંગ ધરાવતા ૬ શહેરો સાતે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કરશે. આ શહેરો મોટા અર્બન રિન્યુઅલ પ્રોજેકટો માટે નાણા એકત્ર કરવા મ્યુનીસીપલ બોન્ડ જારી કરવા જરૂરી પૂર્વભૂમિકા તૈયારીઓ કરી છે. આ શહેરોમાં માયલુરુ અને રાજકોટ, વડોદરા, લખનઉ, પિપરી ચિંચવાડ, મેંગાલુરુ એમ પાંચ સ્માર્ટ શહેરોનો સમાવેશ થાય છે. મ્યુનીસીપલ બોન્ડ દ્વારા ખુલ્લા બજારમાં આ શહેરો પ્રથમવાર નાણા મેળવશે, ભારતના શહેરો માટે બોન્ડ માર્કેટ પ્રમાણમાં નવું છે. ૨૦૧૭માં પાણી પુરવઠા યોજના માટે આ રીત અપનાવનાર પુણે પ્રથમ શહેર હતું. એ દ્વારા તેણે ૨૦૦ કરોડ ઉદ્યરાવ્યા હતા. એ વખતે પણ અમેરિકી નાણા વિભાગે પાઈલટ પ્રોજેકટના આધારે આ પ્રક્રિયા શરુ કરવા મદદ કરી હતી, એ ઉપરાંત હૈદ્રાબાદ, ઈન્દોર, અમરાવતી, ભોપાલ અને વિશાખાપય્ટનમ સહિત અન્ય ૭ શહેરોએ મ્યુનીસીપલ પ્રોજેકટો માટે રૂ.૩૨૦૦ કરોડનું ફંડ આ રીતે મેળવ્યું હતું.

અમેરિકી આર્થિક અને નાણાકીય ભાગીદારી કાર્યક્રમ આપી ટેકનીકલ સહાય પણ વધુ શહેરોને આપી શકે છે એવા નિર્દેશો બાદ નવેમ્બર ૨૦૧૯માં આ પ્રકારના સહયોગ માટે પ્રાથમીક કામગીરી થઈ હતી. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે તમામ શહેરોનું ક્રેડીટ રેટીંગ જાણ્યા પછી એ શહેરોને દરખાસ્ત રજુ કરવા જણાવ્યું હતું. એ પછી આ પ્રોજેકટ નીતિ આયોગ અને આર્થિક બાબતોના વિભાગ સમક્ષ બહાલી માટે મૂકવામાં આવ્યો હતો. બહાલી મળ્યા પછી ૧૩ શહેરોની પસંદગી કરવામાં આવી હતી અને એમાંના આઠ અન્યો (શહેરો) કરતાં બોન્ડ જારી કરવા સુસજજ હોવાનું જણાયું હતું. આખરે ૬ શહેરોની આખરી યાદી બનાવવામાં આવી હતી. મ્યુનીસીપલ બોન્ડ જારી કરવા શહેરોની સંખ્યામાં વધારો સદ્ઘર નાણાકીય સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના શહેરો સરકારી ગ્રાન્ટ આધારીત પ્રોજેકટો હાથ ધરી રહ્યા છે. શહેરોએ નાણાકીય રીતે સ્વાવલંબી બનવાની જરૂર છે. મ્યુનિસિપલ બોંડ અડધો વિકલ્પ આપે છે.

(3:36 pm IST)
  • ઉત્તર પ્રદેશના સોનભદ્રની ખાણોમાં અઢળક સોનું છે પણ ત્યાં દુનિયાના સૌથી ઝેરી ગણાતા સાપોના રાફડા છે : ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર સંજીવ કુમાર access_time 7:56 pm IST

  • નિવૃત IAS અમરજીત સિંહા તથા ભાસ્કર ખુલબીની પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિમણુંક : કેબિનેટની મંજૂરી access_time 8:07 pm IST

  • રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવેલઃ તેમણે દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભકામનાઓ આપેલ access_time 12:51 pm IST