Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

હવે ભાડુઆત મકાન પર ગેરકાયદે કબજો નહીં કરી શકે

મોદી સરકાર મકાન માલિકોને રાહત આપતી નવી રેન્ટલ પોલિસી લાવશે

નવી દિલ્હી તા. રરઃ મોદી સરકાર મકાન માલિકો અને જમીનના માલિકોને એક મોટી રાહત આપવા જઇ રહી છે. આ રાહત હેઠળ કોઇપણ ભાડુઆત હવે ગેરકાયદે મકાન માલિકની સંપત્તિ પર કબજો નહીં જમાવી શકે.

મોદી સરકાર હવે ટૂંક સમયમાં રેન્ટલ પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં વર્તમાન નિયમો અને કાયદામાં રહેલી ખામીઓ દૂર કરાશે. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે હવે ટૂંક સમયમાં એક નવી રેન્ટલ પોલિસી આવશે. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના સારા લોકો નબળી કાનૂન વ્યવસ્થાના ડરથી પોતાની પ્રોપર્ટી ભાડે આપતા નથી. આ નવી પોલિસીથી શહેરી ક્ષેત્રોમાં ઘરોની તંગીને દૂર કરવામાં મદદ મળશે. કારણ કે વધુને વધુ મકાન માલિકોમાં પ્રોપર્ટી ભાડે આપવા માટે તેમનો વિશ્વાસ મજબૂત થશે.  નવી રેન્ટલ પોલિસી એક આદર્શ મુસદ્દા જેવી હશે જેમાં રાજયો પોતાની ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકશે. તેનાથી આવાસ બજારમાં મોટી સંખ્યામાં એવા મકાન ઉપલબ્ધ બનશે જે અત્યાર સુધી બિન ઉપયોગી રહ્યા છે. તેમણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકારે ર૦રર સુધીમાં તમામ લોકોને એફોર્ડેવલ હાઉસિંગ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

(3:35 pm IST)