Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

BSNLનો આ પ્લાન છે સૌથી બેસ્ટ પ્રી-પેડ ડેટા પ્લાન, ૮૪ દિવસો સુધી દરરોજ મળશે 2GB ડેટા

મુંબઇ, તા.૨૨: જો એવું કહેવામાં આવે તો ખોટું નથીકે, ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તો પ્લાન ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની પાસે છે. BSNL જ હાલનાં સમયમાં સારા પ્લાન્સ આપી રહી છે. BSNLએ વધુ એક પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં રોજ ૨ઞ્ગ્ ડેટા મળે છે.

BSNLએ ૩૧૮ રૂપિયાનો નવો પ્રી-પેઇડ પ્લાન બજારમાં રજૂ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનને ૮૪ દિવસની માન્યતા મળે છે અને તેમાં દરરોજ ૨ જીબી ડેટા મળે છે, જોકે આ યોજના હાલમાં ફકત આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સર્કલમાં જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ અન્ય વર્તુળોમાં પણ રજૂ થઈ શકે છે.

બીએસએનએલની આ યોજનામાં તમને કોઈ પણ પ્રકારની કોલિંગ અને અન્ય સુવિધા મળશે નહીં. આ યોજના ફકત લાંબા ગાળાના ડેટા વપરાશકારો માટે રજૂ કરવામાં આવી છે. બીએસએનએલ પાસે ૭ રૂપિયાની યોજના પણ છે જેમાં ૧ જીબી ડેટા એક દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ છે.

આ સિવાય કંપનીની પાસે ૫૪૮ રૂપિયાનો પ્લાન પણ છે, જેમાં ૯૦ દિવસની વેલિડિટી મળે છે અને દરરોજ ૫ જીબી ડેટા મળે છે. તો સાથે જ, એક યોજના ૯૯૮ રૂપિયાની છે, જે હેઠળ ૨ જીબી ડેટા ૨૪૦ દિવસ સુધી દરરોજ ઉપલબ્ધ રહેશે. કંપની પાસે બીજો ડેટા પ્લાન છે જેની કિંમત ૧૮૭ રૂપિયા છે અને તે દરરોજ ૩ જીબી ડેટા આપે છે. આ યોજનાની માન્યતા ૨૮ દિવસની છે. તેમાં દરરોજ ૨૫૦ મિનિટનું કોલિંગ પણ મળે છે.

બીએસએનએલે પ્રમોશન ઓફર હેઠળ તેના ૧,૯૯૯ રૂપિયાનાં પ્લાનની મર્યાદા ૭૧ દિવસ સુધી વધારી દીધી છે. બીએસએનએલની આ યોજનાની માન્યતા ૨૮ ફેબ્રુઆરી સુધી ૪૩૬ દિવસની રહેશે, જયારે ૧ માર્ચથી ૩૧ માર્ચ સુધી રિચાર્જ કરનારા ગ્રાહકોને ૪૨૫ દિવસની વેલિડિટી મળશે. વાસ્તવમાં BSNLના આ પ્લાનમાં બે પ્રમોશનલ ઓફર્સ મળી રહી છે. પહેલાંમાં ૭૧ દિવસ અને બીજામાં ૬૦ દિવસની વધારાની મર્યાદા મળશે. પહેલી ઓફર ૨૮ ફેબ્રુઆરી અને બીજી ૩૧ માર્ચ સુધી છે. BSNLએ આ પ્લાનને ગયા મહિને ૭૧માં ગણતંત્ર દિવસનાં અવસરે લોન્ચ કરી હતી. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. તેના સિવાય તેમાં કોલિંગ અને દરરોજ ૨૫૦ મિનિટ મળે છે. અને દરરોજ ૧૦૦ SMSની સુવિધા મળે છે. આ પ્લાન કેરળ સિવાય બધાજ સર્કલમાં ચાલું છે.

(3:33 pm IST)