Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

હવે માત્ર ૧૦ જ મિનિટમાં તમારૃં પાનકાર્ડ બની જશે

કિસાન ક્રેડિટ કાર્ડ માટેની પ્રોસેસિંગ ફી, ઇન્સ્પેકશન અને લેજર ફોલિયો ચાર્જ નાબુદ

નવી દિલ્હી, તા. ર૧ : હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે બે પાનાનું ફોર્મ ભરવાની જરૂર નહીં રહે. ઇન્કમટેકસ વિભાગના આ માટે એક ખાસ સુવિધા લઇને આવી રહ્યો છે. જેના હેઠળ આધાર ધરાવનાર કોઇ પણ કરદાતાને વિનામૂલ્યે પાનકાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડની અરજી માટે તમારે માત્ર આધારકાર્ડની જરૂર રહેશે. ત્યારબાદ રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપીની મદદથી ઇ-કેવાયસી પ્રક્રિયા પુરી કરીને નવું પાનકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવશે. નવો પાન નંબર માત્ર ૧૦ જ મિનિટમાં પીડીએફ ફોર્મેટમાં અરજદારને ઇશ્યુ કરી દેવાશે. એ જ રીતે મોદી સરકારે ખેડૂતોને રાહત આપવા માટે કિસાન ક્રેડિટકાર્ડ બનાવવા માટે જે પ્રોસેસિંગ ફી, ઇન્સ્પેકશન અને લેજર ફોલિયો ચાર્જ વસુલવામાં આવતા હતા તે હવે નાબુદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કિસાન ક્રેડિટકાર્ડ પર હવે માત્ર ચાર ટકાના વ્યાજદરે રૂ. ત્રણ લાખ સુધીની લોન મળશે. આ ઉપરાંત રૂ. ૧.૬૦ લાખ સુધીની લોન કોઇપણ જાતની ગેરંટી વગર મળશે.

(3:29 pm IST)