Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

યુ.એસ.માં મિલવૌકી કાઉન્ટી એક્ઝિક્યુટિવ પદ માટેની પ્રાઈમરી ચૂંટણીમાં સુશ્રી પૂર્ણિમા નાથ પરાજિત

મિલવૌકી : યુ.એસ.માં મિલવૌકી કાઉન્ટી એક્ઝિક્યુટિવ પદ માટેની પ્રાઈમરી ચૂંટણીમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પૂર્ણિમા નાથ પરાજિત થયા છે.18 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 4 ઉમેદવારો વચ્ચેની  પ્રાઈમરી ચૂંટણીમાં તેઓ 14,218 એટલેકે 12.3 ટકા મતો સાથે ચોથા ક્રમાંકે આવ્યા હતા.સૌથી વધુ મત મેળવનાર પ્રથમ ક્રમાંકના ઉમેદવારને 42,154  એટલેકે 36.3 ટકા મતો મળ્યા હતા.

(1:51 pm IST)