Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રવીવારે દિલ્હીમાં ''પિરીયડ'' મહાભોજ

ગુજરાતના ધાર્મિક સંતના ઉચ્ચારણોનો અનોખો વિરોધ

નવી દિલ્હી : તાજેતરમાં ગુજરાતના ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પૂજારીએ વિવાદીત નિવેદન કરતા કહ્યું હતું કે માસિક ધર્મમાં આવેલી મહિલાઓ જ્યારે એ સમયગાળામાં ભોજન રાંધે છે. ત્યારે તે પુર્નજન્મ વખતે કુતરી બનીને પેદા થાશે. જોકે તેમની આવી વાંધા જનક ટીપ્પણી સામે હવે દિલ્હીનું એક બિનસરકારી સંગઠન રવિવારના રોજ પિરિયડ મહાભોજનું આયોજન કરવા જઇ રહ્યું છે.

સચ્ચી સહેલી નામના બિન સરકારી સંગઠન સાથે સંકળાયેલા ગાયનેકલોજિસ્ટ ડો. સુરભી સિંહે જણાવ્યું હતું કે તેમાં માસિક ધર્મમાં આવેલી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે અને તે ભોજન રાંધીને બીજાને પીરસસે પણ. કચ્છમાં માસિકધર્મના ચેંકિગનો વિવાદ હજુ સમ્યો પણ નથી કે સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ વિવાદો ઉચ્ચારણો કર્યા હતા.

(12:57 pm IST)