Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નિર્ભયા કેસઃ હવે ગુનેગાર પવન ગુપ્તાએ કાનૂની સલાહકારને મળવાનો કર્યો ઈનકાર

2 વાર જારી થઈ ચૂક્યુ છે ડેથ વોરન્ટ: 3 માર્ચની સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી અપાશે

નવી દિલ્હી : વર્ષ 2012માં દિલ્લીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારે ગુનેગારોને ફાંસી પર ચડાવવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, નવી નવી વાતો સામે આવી રહી છે. દોષિતોમાંથી એક પવન ગુપ્તાએ શનિવારે કોર્ટ દ્વારા નિયુક્ત પોતાના કાનૂની સલાહકાર રવિ કાજીને મળવાનો ઈનકાર કરી દીધો છે

 મોતના લેટેસ્ટ વોરન્ટ બાદ પવન ગુપ્તા પાસે પેન્ડીંગ કાનૂની ઉપાયોનો ઉપયોગ કરવા સંબંધિત કોઈ વાતચીત નથી થઈ શકી. નિર્ભયાના ચારે દોષિતો સામે પટિયાલા હાઉસ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરી દીધુ છે. નવા ડેથ વોરન્ટ મુજબ હવે ચારે દોષિતો પવન ગુપ્તા, વિનય શર્મા, મુકેશ સિંહ, અક્ષય કુમાર સિંહને એક સાથે 3 માર્ચની સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરી ચૂકી છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે પહેલી વાર ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ જેમાં 22 જાન્યુઆરીના રોજ ચારે દોષિતોને સવારે 7 વાગે ફાંસી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 જાન્યુઆરીએ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ આગળ વધારીને 1 ફેબ્રુઆરી કરી હતી અને ફાંસીનો સમય સવારે 6 વાગે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ દોષિતો તરફથી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાને કારણે આ દિવસે ફાંસી નહોતી થઈ શકે.

(12:51 pm IST)