Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

" અમેરિકામાં સ્થાયી થવાનો ચસ્કો " : 2019 ની સાલમાં ગેરકાયદે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરવા બદલ અધધ...8 લાખ 51 હજાર જેટલા વિદેશીઓ ઝડપાયા : ઘૂસણખોરી કરતાં પકડાયેલા વિદેશીઓમાં 272 મહિલા અને 591 બાળકો સહીત 7720 ભારતીયોનો સમાવેશ : નોર્થ અમેરિકન પંજાબી એશોશિએશનનો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં સ્થાયી થવાનો ચસ્કો માત્ર ભારતીયોમાં જ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં છે તેવું તાજેતરમાં નોર્થ અમેરિકન પંજાબી એશોશિએશનના અહેવાલ દ્વારા જાણવા મળે છે.
આ એશોશિએશને માહિતી અધિકારના કાયદા અંતર્ગત સરકાર પાસેથી માહિતી મેળવી હતી. એ પ્રમાણે ગયા વર્ષે અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 8,51,508 વિદેશી નાગરિકો ઝડપાયા હતા. એમાંથી 7720 નાગરિકો ભારતીય મૂળના હતા. જેમાં  272 મહિલા અને 591 બાળકોનો સમાવેશ થતો હતો.  અહેવાલ પ્રમાણે ઘૂસણખોરીના પ્રયાસમાં 115 ટકાનો વધારો થયો હતો. 2017માં 4620 ભારતીય નાગરિકો ઘૂસણખોરીના પ્રયાસમાં પકડાયા હતા.2016માં એવા જ પ્રયાસમાં 3544 ભારતીયોને અધિકારીઓએ ઝડપી લીધા હતા. 2015માં ભારતીય મૂળના કુલ 3019 નાગરિકો  ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન પકડાયા હતા. 2014માં 1663 ભારતીય નાગરિકો ઘૂસણખોરી કરતા પકડાયા હતા.

નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશનના સતનામ સિંહે જણાવ્યું હતું કે સગીર વયના યુવક-યુવતીઓની ઘૂસણખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આ રીતે ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ ન કરવાની સલાહ તેમણે ભારતીય મૂળના કિશોર-કિશોરીઓને આપી હતી.

(11:54 am IST)