Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયાની તર્જ પર દેશમાં રાષ્ટ્ર્રીય સડક સુરક્ષા બોર્ડની રચના કરશે

સડક સુરક્ષા સુધ્ઢ કરવાનું કામ હવે સરકારની જગ્યાએ નવું બનનારું બોર્ડ સંભાળશે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયાની તર્જ પર દેશમાં રાષ્ટ્ર્રીય સડક સુરક્ષા બોર્ડની રચના કરવા જઈ રહી છે. મોટા ફેરફારો હેઠળ સડક સુરક્ષા સુધ્ઢ કરવાનું કામ હવે સરકારની જગ્યાએ નવું બનનારું બોર્ડ સંભાળશે.

  બોર્ડની ભલામણોને સરકારે ફરજિયાત લાગુ કરવાની રહેશે. બોર્ડ હેઠળ નિષ્ણાતોનું એક ગ્રુપ બનાવાશે જે વાહન સંબંધિત નવી ટેકનીક, હાઈ-વે એન્જિનિયરિંગમાં સુધારા, સડક દૂર્ઘટનાઓની તપાસ, દૂર્ઘટનાના ડેટાનું વિશ્લેષણ, હાઈ-વે કિનારે ટ્રોમા સેન્ટર સુવિધાઓ વગેરે માટે કામ કરશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાષ્ટ્ર્રીય સડક સુરક્ષા બોર્ડની રચના સંબંધિત જાહેરનામું જારી કરી સુચનો મગાવ્યા છે. ૩૦ દિવસ બાદ બોર્ડની રચનાને લઈને આદેશ જારી કરવામાં આવશે.

   બોર્ડ અનુસાર કેન્દ્રીય મોટર વાહન નિયમ ૧૯૮૯ સંબંધિત તમામ કામકાજ સડક પરિવહન મંત્રાલય અને સંબંધિત સરકારી ઉપક્રમની જગ્યાએ ઉપરોકત બોર્ડને આધીન રહેશે. બોર્ડમાં એક પ્રમુખ અને ત્રણથી સાત સભ્યો હશે. સેવાનિવૃત્ત સચિવ પ્રમુખ તરીકે અને સેવાનિવૃત્ત વધારાના સચિવ આ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક પામશે. નિષ્ણાતોના અલગ અલગ ગ્રુપ પણ બનાવવામાં આવશે

(11:35 am IST)