Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પને ફરી ચૂંટણી જીતાડવા રશિયાની દલખગીરીઃ અમેરિકી સાંસદોને એલર્ટ કરાયા

વોશિંગ્ટનઃ અમેરિકી જાસૂસી અધિકારીઓએ ચેતવ્યા છે કે પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા ફરી દખલ કરી રહ્યું છે. ટ્રમ્પને પ્રમુખ બનાવવાના પ્રયાસ હેઠળ એવું કરાઈ રહ્યું છે. આ માહિતી બહાર આવતા ટ્રમ્પે કહ્યું કે વિપક્ષ ડેમોક્રેટ્સ મારી વિરૂદ્ઘ તેનો ઉપયોગ કરશે. મામલા સાથે સંકળાયેલા અધિકારીઓ મુજબ ૧૩ ફેબ્રુઆરીએ આ માહિતી આપી હતી. તેના આગલા દિવસે પ્રમુખ ટ્રમ્પે રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાના કાર્યવાહક ડાયરેકટર જોસેફ મેગુઇરને ઠપકો આપ્યો હતો.

પ્રમુખ ટ્રમ્પના નજીકના રોજન સ્ટોનને એક કોર્ટે ૪૦ મહિનાની જેલની સજા સંભળાવી છે, તેમના પર ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ કરાયો છે. રોજર સ્ટોન પર અમેરિકી કોંગ્રેસમાં ૭ વખત જૂઠું બોલી, દેશને ગેરમાર્ગે દોરવા અને તપાસમાં અડચણ ઊભી કરવાનો આરોપ છે. હાલમાં સ્ટોનને જેલ નહીં થાય. તેઓ ચુકાદા વિરૂદ્ઘ ઉપલી કોર્ટમાં અપીલ કરી શકે છે. અમેરિકી કોંગ્રેસ ૨૦૧૬ની ચૂંટણીમાં રશિયાની દખલ અને ટ્રમ્પને મદદના આરોપોની તપાસ કરી રહી છે.

(11:32 am IST)