Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ગાયે બે મોઢાવાળા વાછરડાને આપ્યો જન્મ

જોવા માટે ઉમટી લોકોની ભીડ

ચેન્નાઇ, તા.૨૨: દક્ષિણ ભારતમાં એક ખેડૂતના દ્યરે વાછરડાનો જન્મ થયો તો તેને જોવા માટે લોકોની ભીડ જામી છે. કારણે કે આ વાછરડુ ચાર આંખો, બે મોઢા સાથે જન્મ્યું છે. સમાચાર ફેલાઈ જતા દૂર દૂરથી લોકો આ વાછરડાને જોવા માટે આવી રહ્યા છે.

આ ઘટના તમિલનાડુના કન્યાકુમારી પાસે આવેલા પારસલાઈ ગામની છે. ખેડૂત ભાસ્કરના જણાવ્યા મુજબ ગત અઠવાડિયે તેમની ગાયે ખેતરમાં વાછરડાને જન્મ આપ્યો. ભાસ્કરનું કહેવું છે કે જયારે વાછરડાનો જન્મ થયો તો તેને જોઈને અમે પણ ચોંકી ગયા હતા.

વાછરડાના જન્મ બાદ ભાસ્કરનું ખેતર જાણે કોઈ પર્યટન સ્થળ હોય તેમ લોકો અહીં આવી રહ્યા છે. ગામના કેટલા લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. આ વાછરડાને બે જીભ છે જેના કારણે તેમને દૂધ પીવામાં મુશ્કેલી થઈ રહી છે. ભાસ્કર તેને બોટલ વડે રોજ દૂધ પીવડાવે છે.

(11:27 am IST)