Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

બાબરી ધ્વંશ પછી મુંબઈની મુસ્લિમ મહિલાઓએ દાઉદ ઈબ્રાહીમને બંગડીઓ મોકલેલ : પુસ્તકમાં ધડાકો

પાકિસ્તાનની જાસુસી પાંખ અને દાઉદે આ પછી બદલો લેવા હાથ મિલાવેલ

મુંબઈ : અયોધ્યામાં ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પડાયા પછી પાકિસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈના કાવત્રા મુજબ દાઉદ ઈબ્રાહીમને મુંબઈની મુસ્લિમ મહિલાઓએ બંગડીઓ મોકલી હતી. મુંબઈના પૂર્વ પોલીસ વડા રાકેશ મારીયાએ તેના વિવાદાસ્પદ બનેલ પુસ્તક 'લેટ મી સે નાઉ'માં આ વાત જાહેર કરી છે. ભારતમાં કોઈપણ પુરૂષને બંગડી મોકલવી એ તેનંુ હાડોહાડ અપમાન કરવાનો જાણીતો ઉપાય છે. તેના પુરૂષત્વ ઉપર પ્રશ્ન ઉઠાવાયાનું અનુભવે છે.

પુસ્તકમાં કહ્યું છે કે બાબરી ધ્વંશ અને ડિસેમ્બરમાં ભડકેલ રમખાણોનો બદલો લેવા દાઉદ ઈબ્રાહીમે આઈએસઆઈ સાથે મળી કામ કરેલ. બાબરી વિધ્વંશ પછી પાકિસ્તાની જાસુસી તંત્ર માટે દેશભરમાં અશાંતિ સર્જવાનું આસાન બની ગયેલ. પાકિસ્તાનની આઈએસઆઈએ તોફાનોને વધુ પ્રસરાવવા માટે મુંબઈના અંડર વર્લ્ડના જુદા જુદા મુસ્લિમ ડોનનો સાથ લીધાનું અને તેનો ઈરાદો માત્ર ને માત્ર ભારતની અખંડિતતા અને સ્થિરતા જોખમાવવાનો હતો.

પરિણામે ડિસેમ્બર ૧૯૯૨માં દાઉદ, ટાઈગર મેમણ અને મોહમ્મદ ડોસાને કાવત્રુ ઘડવા આઈએસઆઈનો સાથ મળ્યો. તેમણે જ મુસલમાનોની ભાવનાઓ ભડકાવી આતંકવાદ તરફ પ્રેરીત કર્યાનું આ પુસ્તકમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારીયા લખે છે.(૩૭.૪)

(11:25 am IST)