Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

તિરુવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપવાના નિર્ણંયને કેરળ સરકારે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો

હાઇકોર્ટે અરજી ફગાવતા કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાાૃથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરો

નવી દિલ્હી:તિરુવનંતપુરમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને સોંપવાના એરપોેર્ટ ઓાૃથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ)ના નિર્ણયને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, ૨૦૧૯માં અદાણી એન્ટરપ્રાઇઝ ૫૦ વર્ષ સુાૃધી તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને ઓપરેશનની કામગીરી માટેની બોલી જીતી લીાૃધી હતી.

  કેરળ સરકારે આ સંદર્ભમાં કેરળ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાાૃથી અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઇએ.

 સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી આગામી સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે. કેરળ સરકારે ત્રીજી ફેબુ્રઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે અદાણી એન્ટરપ્રાઇઝનો સંપર્ક સાાૃધવામાં આવતા તેમનો પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલતો હોવાાૃથી હાલમાં આ અંગે કોઇ પણ ટિપ્પણી કરી શકાય તેમ નથી

  બોલી દરમિયાન અદાણીએ યાત્રી દીઠ ૧૬૮ રૃપિયા, રાજ્ય સરકારની માલિકીના કેર સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(કેએસઆઇડીસી)એ યાત્રી દીઠ ૧૩૫ રૃપિયા અને જીએમઆર ગુ્રપે ૬૩ રૃપિયા ચુકવવાની ઓફર કરી હતી.

બોલીમાં હારી ગયા પછી મુખ્યપ્રાૃધાન પિનારાયી વિજયને વડાપ્રાૃધાન  મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે એરપોર્ટ ખાનગી કંપનીને સોંપવામાં ન આવે.

(11:07 am IST)