Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રામમંદિરમાં કોઈ પણ અન્ય ટ્રસ્ટ કે સંસ્થા મંદિરના દાનમાં આપેલું ધન નહીં લઈ શકે

સાત હજાર ગામોમાંથી એક હજાર કિલો સોનાનો સંગ્રહ કરાશે

નવી દિલ્હી : રામમંદિરના નામે મંદિર નિર્માણથી લઈને તમામ પ્રવૃત્તિઓમાં કોઈ પણ અન્ય ટ્રસ્ટ કે સંસ્થા મંદિરના દાનમાં આપેલું ધન નહીં લઈ શકે. રામજન્મભૂમિ તીર્થ બોર્ડની બેઠક બાદ ગૃહ મંત્રાલય દ્વારા આ દરેકને સુચન આપવામાં આવ્યું છે. 1989માં સ્વામી શિવરામાચાર્ય સ્વર્ગવાસ પામ્યા હતા. અને ત્યાર બાદ મહંત પરમહંસ રામચંદ્ર નવા અધ્યક્ષ બન્યા હતા.

 ટ્રસ્ટ દ્વારા અદાજીત 20 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા. અને વર્તંમાનમાં આજ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સંભાળી રહ્યા છે. બાબરી ધ્વંસ બાદ ત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવ દ્રારા અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ ન્યાસનું ગઠન કરવામાં આવ્યું. હાલમાં ત્રીજું ટ્રસ્ટ છે. અને અત્યાર સુધી બધા ટ્રસ્ટને કરોડો રૂપિયા દાનમાં મળ્યા છે.

 નવું ટ્રસ્ટ બન્યા બાદ દેશના સાત હજાર ગામોમાંથી એક હજાર કિલો સોનું સંગ્રહ કરીને ભવ્ય મંદિર બનાવાની શરૂઆત કરવામાં આવશે. જોકે આ અભિયાનની સામે ત્યાના ડીએમ અનુજ કુમારે તેની વુરિદ્ધમાં રહ્યા છે. અને તેમણે સરકારને રિપોર્ટ મોકલ્યો છે.

(10:51 am IST)