Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

૩૫૦ વર્ષ જૂના મઠે પહેલીવાર મુસ્લિમ વ્યકિતને પૂજારી બનાવ્યા

દિવાન શરીફ રહીમનસબ મુલ્લા ૨૬ ફેબ્રુઆરીએ મુરુગજેન્દ્ર કોરાણેશ્વર શાંતિધામ મઠનો હવાલો સંભાળશે

બેંગ્લોર, તા.૨૨: ઉત્તર કર્ણાટકના ગડગ જિલ્લામાં ૩૫૦ વર્ષ જૂનાં લિંગાયત મઠે-૩૩ વર્ષના મુસ્લિમ વ્યકિતને મુખ્ય પૂજારી બનાવવાનો નિર્ણય લીધો છે. દિવાન શરીફ રહીમનસબ મુલ્લા ૨૬ ફેબ્રુઆરીએ મુરુગજેન્દ્ર કોરાણેશ્વર શાંતિધામ મઠનો હવાલો સંભાળશે. કલબર્ગિના ખજુરી ગામમાં આશ્રમ સ્થિત છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના લાખો અનુયાયીઓ આ મઠ સાથે સંકળાયેલા છે. શરીફના પિતાએ દ્યણા વર્ષો પહેલા આ આશ્રમને બે એકર જમીન દાનમાં આપી હતી. આ પ્રસંગે ખજુરી મઠના મુખ્ય પૂજારી મુરુગજેન્દ્ર કોરાણેશ્વર શિવાયોગીએ કહ્યું હતું કે, બસવના દર્શન સર્વવ્યાપક છે અને અમે જાતિ અને ધર્મના આધારે ભેદભાવ રાખતા નથી, દરેકને ગળે લગાવીએ છીએ. તેમણે ૧૨ મી સદીમાં સામાજિક ન્યાય અને ભાઈચારાનું સપનું જોયું હતું. મઠ દ્વારા તેમના દ્વારા બતાવેલા માર્ગને અનુસરીને બધા માટે તેના દરવાજા ખોલ્યા છે.

શરીફના પિતા રહીમનસાબ મુલ્લાએ પણ આશ્રમના મુખ્ય પૂજારી શિવયોગીના પ્રવચનોથી પ્રભાવિત થઇને દીક્ષા લીધી હતી. પુજારીના જણાવ્યા મુજબ અસુતિ મઠ અહીં ૨-૩ વર્ષથી કાર્યરત છે અને સંકુલનું નિર્માણ હાલમાં ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે શરીફને બસવમાં શ્રદ્ઘા છે અને દ્યણાં વર્ષોથી તેમની વિચારધારાને અનુસરી રહ્યા છે. શરીફે ૧૦ નવેમ્બર, ૨૦૧૯ના રોજ દીક્ષા લીધી હતી. અમે તેમને છેલ્લા ત્રણ વર્ષમાં લિંગાયત ધર્મના વિવિધ પાસાઓ અને બસવન્નાના ઉપદેશો વિશે માહિતગાર કર્યા.

શરીફે કહ્યું કે, હું બસવના સામાજિક ન્યાય અને પરસ્પર ભાઈચારના શિક્ષણ તરફ આકર્ષિત હતો. નાનપણમાં, હું નજીકના ગામમાં એક લોટ દળવાની મિલ ચલાવતો હતો અને બસાવન્ના અને અન્ય ૧૨જ્રાક સદીના ઋષિમુનિઓ દ્વારા લખાયેલા પ્રવચનો વાંચતો હતો. કુરાનેશ્વર શાંતિધામના આશ્રમના સ્વામીજીએ મારી આ નાની સેવાને માન્યતા આપી અને મને સાથે લઈ ગયા, હું બસવન્ના અને મારા ગુરુ દ્વારા નિર્ધારિત માર્ગ પર આગળ વધીશ.

શરીફ પરિણીત છે અને તેના ૪ બાળકો છે. લિંગાયત મઠોમાં વિવાહિત વ્યકિતની પુજારી તરીકેની નિમણૂક ભાગ્યે જ જોવા મળે છે. મુખ્ય પૂજારીએ કહ્યું કે લિંગાયત ધર્મ પરિવાર દ્વારા સદગતિ એટલે કે મુકિતમાં માને છે. પારિવારિક વ્યકિત મઠનો સ્વામી પણ બની શકે છે અને સામાજિક અને આધ્યાત્મિક કાર્ય પણ કરી શકે છે. તેમણે કહ્યું કે આશ્રમ સાથે સંકળાયેલા તમામ ભકતોએ મુસ્લિમને મુખ્ય પૂજારી બનાવવાની સંમતિ આપી છે. બસવન્નાના આદર્શ કલ્યાણકારી રાજયને જાળવી રાખવાની આ તક છે.

(10:09 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચડાવવા માટે ચાદર મોકલી : ખ્વાજા મોઇનુદીન ચિસ્તીના 808 માં ઉર્ષ પ્રસંગે લઘુમતી પ્રતિનિધિ મંડળ દ્વારા આ ચાદર ચડાવાશે access_time 8:28 pm IST

  • નિવૃત IAS અમરજીત સિંહા તથા ભાસ્કર ખુલબીની પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિમણુંક : કેબિનેટની મંજૂરી access_time 8:07 pm IST

  • એનટીપીસી કચ્છમાં સ્થાપશે સોલાર પ્લાન્ટ : ૫ હજાર મેગા વોટનો હશે સોલાર પાર્ક :કચ્છમાં ૩ જગ્યાઓની કરાઈ પસંદગી :૨૦ હજાર કરોડનું કંપની કરશે રોકાણ :નેશનલ થર્મલ પાવર કોર્પો.નું આયોજન access_time 2:10 pm IST