Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત પછી બોલ્‍યા ઉદ્વાવ ઠાકરેઃ કોઇએ સીએએથી ડરવાની જરૂરત નથી

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્વવ ઠાકરેએ શુક્રવારના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમ્‍યાન ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્‍ય પણ હાજર હતા. મહારાષ્‍ટ્રમાં મુખ્‍યમંત્રી પદનું દાયિત્‍વ સંભાળ્‍યા પછી રાષ્‍ટ્રીય રાજધાનીની ઉદ્વવની  આ પ્રથમ યાત્રા છે.

ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે પ્રધાનમંત્રી સાથે મુલાકાતમા સીએએ, એનઆરસી, એનપીઆર પર વાતચીત થઇ એમણે કહ્યું કે સીએએથી કોઇને ડરવાની જરૂરત નથી. એનપીઆર કોઇને દેશની બહાર નહી કરે. આ ઉપરાંત સીએએથી કોઇની પણ નાગરિકતા નહી જાય. ઠાકરેએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ મહારાષ્‍ટ્ર સરકારને દરેક રીતે સહયોગ આપવાનો વાયદો કર્યો છે.  આદિત્‍ય મહારાષ્‍ટ્ર સરકારમાં મંત્રી છે અને રાજકીય મહાનુભાવોને પણ મળ્‍યા.

(8:53 am IST)