Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

દિલ્લીના આનંદ વિહાર રેલવે સ્‍ટેશન પર શરૂ થઇ મસાજ પાર્લરની સુવિધા

ભારતીય રેલ સફરમા જો આપની ટ્રેન પ્‍લેટફોર્મ પર વિલંબથી પહોંચી રહી છે તો સૌથી ખરાબ હાલત યાત્રીઓની થાય છે. આપના સફરની થકાવટ મટાડવા માટે દિલ્લીમાં આનંદવિહાર રેલવે સ્‍ટેશન પર મસાજ પાર્લરની શરૂઆત થઇ છે જયાં જુદા જુદા પ્રકારના મશીનોના માધ્‍યમથી આપની થકાવટ દૂર કરવામાં આવશે.

ઇન્‍ડિયન રેલવે સ્‍ટેશન ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના સીએમડી એસ.કે. દતાએ બતાવ્‍યુ કે યાત્રીઓની સુવિધાને ધ્‍યાનમાં રાખતા અમે એક હેલ્‍થ એટીએમની શરૂઆત કરી છે. જેમાં મસાજ પાર્લર, દવાની દુકાન અને લેટેસ્‍ટ સુવિધાઓથી એર કંડીશન વેઇટીંગ રૂમ બનાવ્‍યો છે. એમણે બતાવ્‍યુ કે યાત્રીઓ માટે આજ એટીએમ સહિત વિસ જાતની સુવિધાઓની શરૂઆત કરી છે.

આનંદ વિહાર રેલ્‍વે સ્‍ટેશન પર બનેલ મસાજ પાર્લરના સંચાલક સુમીતકુમારએ ટીવી-૯ ભારતવર્ષ સાથેની વાતચીતમા બતાવ્‍યુ કે અહીં ૩-ડી મસાજ રોલર ચેરને ખાસ તોર પર લગાવવામા આવેલ છે. સુમિતએ દાવો કર્યો કે આ મસાજ ચેર પર બેસતાની સાથે જ આપના શરીરની બધીજ થકાવટ દૂર થઇ જશે જો કે આના માટે આપે ૮૦ થી ૧૬૦ રૂપિયા સુધી આપને ખીસ્‍સાને ઢીલુ મુકવું પડશે.

(12:00 am IST)