Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

શાહિનબાગના પ્રદર્શનકારીઓ CAA-NRCને પાછો ખેંચાવવા મક્કમ : વાર્તાકારો સાથેની વાતચીત ત્રીજા દિવસે પણ નિષ્ફ્ળ

વાર્તાકારોએ પૂછ્યું તમે ફક્ત એક રોડ બંધ કર્યો છે તો બીજો રોડ કોણે બંધ કર્યો છે?

નવી દિલ્હી : શાહીન બાગમાં CAA સામે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ અને વાર્તાકાર સતત વાતચીત કરી રહ્યાં છે આજે ત્રીજા દિવસે શાહીન બાગ પહોંચેલા સંજય હેગડે અને વકીલ સાધના રામચંદ્રને હાજર રહેલા લોકોને કહ્યું કે તમે ફક્ત એક રોડ બંધ કર્યો છે તો બીજો રોડ કોણે બંધ કર્યો છે? શુક્રવારે પણ શાહીન બાગના પ્રદર્શનકારી CAA-NRCને પાછા લેવા પર અડ્યા રહ્યા હતા અને વાતચીત નિષ્ફળ રહી હતી.

             સાધના રામચંદ્રને કહ્યું હતું કે અમે નોઇડાથી દિલ્હી આવવાના બીજા રસ્તા પણ જોયા. અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું કોઈ બીજા વૈકલ્પિક રસ્તો પણ હોઈ શકે છે? આ દરમિયાન અમે જોયું કે નોઇડાથી ફરિદાબાદ વાળો રસ્તો પણ પોલીસે બંધ કરી રાખ્યો છે. તેનો શાહીન બાગ સાથે કોઈ લેવા દેવા નથી. અમારા કહેવાથી પોલીસે તે રસ્તાને આજે ખોલ્યો હતો પણ ખબર પડી કે થોડા સમય પછી પોલીસે તેને ફરી બંધ કરી દીધો હતો.
            પોલીસે આવું કેમ કર્યું તેની જાણકારી અમને નથી. જોકે આ અમે સુપ્રીમ કોર્ટ સામે રાખીશું કે રસ્તો ખોલ્યા પછી ફરી કેમ બંધ કરી દેવામાં આવ્યો. આ રસ્તાનું શાહીન બાગ સાથે કોઈ લેવા દેવા નથી.

(12:00 am IST)