Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પાકને ગ્રે લિસ્ટથી બહાર કરવા ૪ મહિનાનો વધુ સમય આપ્યો

ટેરર ફંડિંગ મામલે એફએટીએફનો નિર્ણય રૂ. પાક આતંકવાદ સહિત ૨૭ મુદ્દાની કાર્યયોજના પુરી નહીં કરે તો બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવશે રૂ. એફએએફટી

નવીદિલ્હી,તા.૨૧ રૂ. ટેરર ફંન્ડિગ અને મનિ લોન્ડ્રીગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાક્સ ફોર્સએ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાંથી બહાર કરવા ૪ મહિનાનો વધુ સમય આપ્યો છે. પાકિસ્તાને જૂન ૨૦૨૦ સુધી ૨૭ મુદ્દા ધરાવતા કાર્ય યોજના પર સંપૂર્ણપણે અમલ કરવા કહેવામાં આવ્યું છે. જો પાકિસ્તાન આ કાર્ય યોજનાને સંપૂર્ણપણે અમલી બનાવશે તો તેને ગ્રે લીસ્ટમાંથી બહાર કરવામાં આવી શકે છે. પણ જો તે આ અંગેના પગલા નહીં ભરી શકે તો તેને બ્લેક લીસ્ટ કરવામાં આવશે. આ વખતે પણ ચીન, તુર્કી અને મલેશિયા જેવા કેટલાક દેશોની તેને મદદ મળી હતી. પાકિસ્તાનના અખબારે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાન સમક્ષ જે ૨૭ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા તે પૈકી પાકિસ્તાને ૧૪ મુદ્દાને લઈ પગલા ભર્યા છે. આ જ કારણથી એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાંથી બહાર રાખવા વધારાનો સમય આપવામાં આવ્યો છે.

         એફએટીએફએ આ સાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે આતંકવાદ સહિત ૨૭ મુદ્દાની કાર્યયોજના પૂરી નહીં કરે તો તેને બ્લેક લીસ્ટમાં નાંખી દેવામાં આવશે. આ નિર્ણય એફએટીએફની આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમૂહની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેની બેઠક પેરિસમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. આ વખતે ચીને બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાંથી બહાર કરવાની કોઈ માંગ કરી ન હતી. આ અંગે સૌને આશ્ચર્ય થયું હતું. પણ બાદમાં ચીન દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટથી આ મુદ્દે સ્પષ્ટતા થઈ ગઈ હતી.

       ચીનના વિદેશ મંત્રાલયે લખ્યું હતું કે આતંકવાદી સંગઠનો પર અંકૂશ લગાવવા બદલ પાકિસ્તાનના પ્રયાસ પ્રશંસનિય છે. પાકિસ્તાનના આ પગલાને એફએટીએફની બેઠકમાં અનેક સભ્ય દેશોએ સ્વીકાર્યા છે. ચીન અને અન્ય દેશ આ ક્ષેત્રમાં પાકિસ્તાનની મદદ કરતા રહેશે. પાકિસ્તાને એન્ટી મનિ લોન્ડ્રીંગ અને ટેરર ફંન્ડિગને લગતા અસરકારક પગલા ભરવા પડશે. પાકિસ્તાને જૂન ૨૦૨૦ સુધીમાં એફએટીએફની ગ્રે લીસ્ટથી બચવા માટે તમામ ૧,૨૬૭ નાણાં સંસ્થા અને ૧,૩૭૩ આતંકવાદી સામે કાર્યવાહી કરવી પડશે. ઈસ્લામાબાદે આ આતંકવાદીઓ અને સંગઠનોને ટેરર ફંડ એકત્રિત કરતા અટકાવવાનું રહેશે, સાથે તેણે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલી વ્યક્તિની સંપત્તિ પણ જપ્ત કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રે અથવા બ્લેક લીસ્ટમાં કોઈ દેશને નાંખવામાં આવતા તેને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી ઋણ મેળવવાનું મુશ્કેલ બને છે.

(12:00 am IST)