Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સીએએ વિરોધ ઓવૈસીની રેલીમાં જોરદાર હંગામો થયો

સ્ટેજ પરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા રૂ.પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનાર મહિલાની સામે દેશદ્રોહનો કેસ રૂ. ૧૪ દિન માટે જેલ મોકલી દેવામાં આવી

બેંગ્લોર, તા. ૨૧ રૂ. સીએએ-એનઆરસીના વિરોધમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં ગુરૂવારે હંગામો થયો હતો. અહીં એક મહિલાએ સ્ટેજ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. મહિલાનું નામ અમુલ્યા છે. ત્યારબાદ મહિલાને મંચ પરથી નીચે ઉતારી દેવામાં આવી હતી. દેશદ્રોહનો કેસ નોંધાયા પછી મહિલાને ૧૪ દિવસ માટે જેલ મોકલી દેવામાં આવી છે. જ્યારે ઓવૈસીએ કહ્યું છે કે, તેઓ પાકિસ્તાન ઝિંદાબાદ નારાનું સમર્થન નથી કરતાં. આ મહિલાને સેવ કોન્સ્ટિટ્યૂશન નામની સંસ્થા તરફથી સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. સ્ટેજ પર પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવતા જ ઓવૈસી સહિત અન્ય લોકો તેનું માઇક પાછું લેવા આગળ વધ્યા હતા. તેમ છતા તે મહિલા ત્યાં નારા લગાવતી રહી હતી. ત્યારબાદ પોલીસે ઢસડીને તેને નીચે ઉતારી હતી. આ ઘટના બાદ ઓવૈસીએ કહ્યું હું આ ઘટનાની નિંદા કરું છું. તે મહિલા અમારી સાથે જોડાયેલી નથી.

        અમારા માટે ભારત ઝિંદાબાદ છે અને રહશે. આ રેલીમાં પાર્ટીના નેતા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું હતું. પઠાણે કહ્યું કે દેશના ૧૫ કરોડ મુસલમાન ૧૦૦ કરોડ હિન્દુઓ પર ભારે પડશે. તેઓ કહે છે કે અમે મહિલાઓને આગળ કરીને પોતે ધાબળા ઓઢીને બેસી ગયા. અત્યારે તો માત્ર સિંહણ સામે આવી અને તમને પરસેવો આવવા લાગ્યો. જો અમે બધા સાથે આવી જઇશું તો શું થશે. ઓવૈસીએ કહ્યું કે, આયોજકોએ આ મહિલાને અહીં બોલાવાની જરૂર ન હતી. મને ખબર હોત તો હું આ રેલીમાં સામેલ ન થાત. અમે લોકો ભારત માટે છીએ અને કોઈ પણ રીતે દુશ્મન દેશ પાકિસ્તાનનું સમર્થન નથી કરતાં. અમારા સંપૂર્ણ પ્રયત્નો ભારતને બચાવવા માટેના હોય છે. સ્ટેજ પર હાજર જનતા દળના કોર્પોરેટ ઈમરાન પાશાએ કહ્યું કે, મહિલાને કોઈ વિરોધી ગ્રૂપ દ્વારા મોકલવામાં આવી હશે. પોલીસે ગંભીરતાથી ઘટનાની તપાસ કરવી જોઈએ.

(8:46 am IST)