Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે અભેદ કવચ : આતંકવાદીઓના ભયને ધ્યાને લઇ અમદાવાદમાં એર ક્રાફટ ,ડ્રોન ,તથા માઈક્રો એરક્રાફ્ટ , ઉડાડવા ઉપર પ્રતિબંધ :પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું જાહેરનામું

અમદાવાદ : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ,તેમના પત્ની ,પુત્ર અને પુત્રવધુ સાથે 24 તથા 25 ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે.જે અંતર્ગત અમદાવાદમાં તેમના આગમન સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ બંને મહાનુભાવો ઉપર આતંકવાદી હુમલો થવાના ભયને ધ્યાને લઇ અભેદ સુરક્ષાચક્ર તૈયાર કરી દેવાયું છે.જે મુજબ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ અમદાવાદમાં એર ક્રાફટ ,ડ્રોન ,તથા માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડી દીધું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:55 pm IST)