Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

યુપી : દેવબંદમાંથી જૈશના બે આતંકીની ધરપકડ

યુપી એટીએસની મોટી કાર્યવાહી : ભારે માત્રામાં શસ્ત્રો પણ જપ્ત : બન્ને આતંકીઓ જૈશ માટે ભરતીનું કામ કરતો હતો : અનેક યુવકો સંપર્કમાં હતા

સહારનપુર તા. ૨૨ : યુપી એટીએસે પશ્ચિમી યુપીના સહારનપુર જિલ્લાના દેવબંદથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ ત્રાસવાદીઓની ધરપકડ કરી છે. તે કાર્યવાહી દેવબંદમાં આવેલ એક હોસ્ટેલમાં કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલી આતંકીઓનું નામ શાહનવાઝ અહમદ તેલી અને આકિબ છે. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસે શસ્ત્રો પણ મળી આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે, શાહનવાઝ જમ્મુ-કાશ્મીરના કુલગામનો રહેનાર છે. બીજી બાજુ આકિબ પુલવામાનો રહેનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલા શંકાસ્પદને યુપીના એવા લોકોની શોધખોળ શરૂ કરી હતી. જેને બ્રેનવોશ બાદ જૈશમાં ભરતી કરવામાં આવી શકે.

ડીજીપીએ જણાવ્યું કે, શાહનવાઝને આતંકી સંગઠન તરફથી ભરતીનું કામ આપવામાં આવ્યું હતું. તે જ હેતુથી તેઓ અનેકવાર દેવબંદ આવી ચૂકયો હતો ત્યારથી જ પોલીસ ટીમ તેની નિગરાની કરી રહી હતી. તેઓએ જણાવ્યું કે, બીજો આતંકી આકિબ શાહનવાઝનો સાથી છે. શાહનવાઝને ગ્રેનેડનો એકસપર્ટ માનવામાં આવી રહ્યો છે.

યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે મીડિયાને કહ્યું કે શાહનવાઝ જૈશ સાથે જોડાયેલો છે, તે એકિટવ મેમ્બર છે અને નવી ભરતી માટે અહીં આવ્યો હતો. આ બંને પાસેથી ૩૨ બોરની પિસ્તોલ મળી આવી છે. ૩૦ જીવિત કારતૂસ મળ્યાં છે. પોલીસને આ લોકો પાસેથી અનેક જેહાદી વાતચીતના દસ્તાવેજ મળ્યા છે. આ બંનેમાંથી શાહનવાઝને ગ્રેનેડ લોન્ચ કરવામાં એકસપર્ટ ગણવામાં આવે છે. પોલીસે કહ્યું કે બંનેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગણી કરાશે. પૂછપરછમાં અમે તેમનો શું લક્ષ્ય હતો અને કોણ ઙ્ગતેમને ફંડિંગ કરી રહ્યું હતું તે અંગે જાણકારી મેળવવા ઈચ્છીશું.ઙ્ગ

એટીએસને મળેલી માહિતી મુજબ પશ્યિમ યુપીના અનેક જિલ્લાઓમાં આતંકી ષડયંત્ર રચાઈ રહ્યાં હતાં. આ કડીમાં ગત રાતે દેવબંદ હોસ્ટેલમાં દરોડા પાડ્યા બાદ આ ઙ્ગધરપકડ થઈ. એવું પણ કહેવાઈ રહ્યું છે કે કેટલાક વધુ લોકોની પણ પૂછપરછ થઈ રહી છે અને ધરપકડનો આંકડો વધી શકે છે.(૨૧.૨૮)

 

(4:16 pm IST)