Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પાકિસ્તાન વિરૂધ્ધ મોટા એકશનની તૈયારી : ચાર મોટા દેશોને જાણ કરી

સરકારે સરહદ પાર પાકિસ્તાનને પાઠ ભણાવવાનો નિર્ણય લઇ લીધો છે, પરંતુ તેનું ટાઇમ ટેબલ સિક્રેટ છે : આ એકશન કયારે લેવાશે તેની જાણકારી ટોપ સિક્રેટ છે

નવી દિલ્હી તા. ૨૨ : પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવવા માટે એક મોટા એકશનની સંપૂર્ણ તૈયારી ભારતે કરી લીધી છે. સરકારે સરહદ પાર પાકિસ્તાનને પાઠ ભણાવવાનો નિર્ણય લઇ લીધો છે, પરંતુ તેનું ટાઇમ ટેબલ સિક્રેટ છે. આ એકશન કયારે લેવાશે તેની જાણકારી ટોપ સિક્રેટ છે.

ઉલ્લેખનીય છે કે આ જાણકારી બધા સાથે શેર કરી શકાય તેમ નથી. આ અંગે અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ઘણા દેશોના નેશનલ સિકયોરિટીઝ એડવાઇઝર્સને વિશ્વાસમાં લેવાયા છે. અજિત ડોભાલે બ્રિટનના એનએસએ માર્ક ટેડવીલ સાથે વાત કરી અને તેમને પાકિસ્તાન વિરુદ્ઘ ભારતના એકશન પ્લાનની જાણકારી આપી.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે હવે વાતચીતનો સમય પૂરો થઇ ચૂકયો છે અને ભારતે પોતાના બચાવમાં સખત કાર્યવાહી કરવી જ પડશે. ગઇ કાલે અજિત ડોભાલે રશિયાના સિનિયર મોસ્ટ ડેપ્યુટી એનએસએ સાથે મુલાકાત કરી હતી. રશિયામાં સિકયોરિટી એડ્વાઇઝર્સની ટીમના ચેરમેન પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતિન છે. ડેપ્યુટી એનએસએ આજે મોસ્કો પરત ફર્યા અને પ્રેસિડેન્ટ પુતિનને આ અંગે બ્રિફ કર્યા.

અજિત ડોભાલે અમેરિકાના એનએસએને પણ ભારતના ઇરાદાની જાણકારી આપી છે. ફ્રાન્સના એનએસએને પણ પુલવામા એટેક બાદ બનેલી પરિસ્થિતિ અને ત્યાર બાદ ભારતના એકશન પ્લાન અંગે અજિત ડોભાલને બ્રિફ કરાયા છે. ડિપ્લોમસીની ભાષામાં તેને ગ્લોબલ સેકશન ફોર એકશન કહેવાય છે. આ પરિસ્થિતિમાં જો ભારતની ફોજ કોઇ એકશન લે છે તો આ તમામ દેશો તેના એકશનનો વિરોધ નહીં કરે.(૨૧.૨૯)

 

 

(4:10 pm IST)