Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પ્રિયંકા-સિંધીયા વચ્ચે મેરેથોન બેઠકઃ યુપીની ૨૫ બેઠકોના ઉમેદવારો નક્કી કરાયા

લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલેલ બેઠકમાં કોંગ્રેસની ભાવી રણનીતી અંગે પણ ચર્ચા

નવી દિલ્હી તા.૨૨: કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી અને પશ્ચિમ યુપીના પ્રભારી જયોતિરાદિત્ય સિંધીયા વચ્ચે લોકસભા ઉમેદવારો માટે રાત્રે ૧૨ વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાઇ હતી.

લોક સભાની ચૂંટણીને લઇને દિલ્હી ખાતે કોંગ્રેસની મોડી રાત સુધી બેઠક ચાલેલી. જેમાં કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશની ૨૫ લોકસભા બેઠકો ઉપર ઉમેદવારો અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં ૨૫ ઉમેદવારોના નામ ઉપર મ્હોર લગાવી દેવામાં આવી છે. ટુંક સમયમાં પાર્ટી હાઇકમાન્ડ ઉમેદવારોની વિધીવત જાહેરાત કરી દેશે.

આ બેઠકમાં ઉમેદવારોની પસંદગીની સાથો-સાથે કોંગ્રેસની ભવિષ્યની રણનીતી ઉપર પણ લાંબી ચર્ચા કરવામાં આવેલ.(૭.૧૭)

 

(3:10 pm IST)