Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ધારા-370 હટાવાની જરૂર નથી :આતંકીઓનો સફાયો કરવા યોગ્ય પગલાં ભરો :નીતીશકુમારની સ્પષ્ટ વાત

નવી દિલ્હી :પુલવામાં હુમલા પછી ધારા 370 હટાવવાની માંગ સતત જોર પકડી રહી છે. લોકો આ અંગે પોતાનું મંતવ્ય પણ રજુ કરી રહ્યા છે. તેવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સાફ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ધારા 370 હટાવવાના પક્ષમાં બિલકુલ પણ નથી. નીતીશ કુમારે જણાવ્યું કે આતંકી ગતિવિધિઓ રોકવા માટે જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપતી ધારા 370 હટાવવાની જરૂર નથી

   જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપતી ધારા 370 હટાવવાની માંગ પુલવામાં હુમલા પછી વધારે જોર પકડી રહી છે. ભાજપના ઘણા નેતાઓ ઘ્વારા ધારા 370 વિશે નિવેદન આપવામાં આવ્યું છે. જયારે નીતીશ કુમારનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ, પરંતુ તેઓ ધારા 370 હટાવવાના પક્ષમાં નથી.

(1:39 pm IST)