Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રોબર્ટ વાડ્રાની મુશ્કેલી ઘટતી નથી :મની લોન્ડરિંગ મામલે સાતમીવખત પૂછપરછ

રોબર્ટ વાડ્રાની દિલ્હી અને જયપુરમાં છ વખત પૂછપરછ કરાઈ હતી

નવી દિલ્હી :મની લોન્ડ્રિંગ કેસ મામલે રોબર્ટ વાડ્રાની મુશ્કેલી ઘટતી નથી વાડ્રાની આજે ફરીવાર ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અત્યાર સુધીમાં વાડ્રાની દિલ્હી અને જયપુરમાં છ વખત પૂછપરછ કરવામાં આવી છે. આ પહેલા બુધવારે ઈડીએ વાડ્રાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી.

    દિલ્હીમાં મની લોન્ડ્રિંગ અને જયપુરમાં બિકાનેર જમીન વિવાદ મામલે ઈડી વાડ્રા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, રોબર્ટ વાડ્રાની વિરૂદ્ધ ચાલી રહેલો કેસ લંડનના 12 બ્રાયંસ્ટન સ્કવેર પર સ્થિત એક સંપત્તિની ખરીદીમાં મની લોન્ડ્રિંગના આરોપો સાથે સંકળાયેલો છે. આ પ્રોપર્ટી 19 લાખ પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી. અને તેનો માલિકી હક રોબર્ટ વાડ્રા પાસે છે.

(1:21 pm IST)