Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દિલ્હીમાં વિશ્વ કક્ષાનો ભવ્ય પ્લાસ્ટિક મેળો

વિશ્વના ર૦ દેશોના પ્રતિનિધિની હાજરી તેમજ ભારતમાં ૩પ૦થી વધુ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ઉત્પાદકોના મશીનરીઓ હાજર રાખશે

નવી દિલ્હી, તા. રર : વિશ્વમાં જે ભવ્ય પ્લાસ્ટિક અંગેના પ્લાસ્ટિક મટીરીયલ પેકેજીંગ પ્રિન્ટીંગ પ્લાસ્ટિક મોલ્ડ મેકિંગ અને રિસાઇકલિંગની નવી આદ્યતન વિશ્વ લેવલની મશીનરીઓ તેમજ અત્યારના યુગમાં લોખંડની જગ્યાએ વજનમાં હલકુ તથા ટકાવનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. આ અંગેનો ઇન્ડિયા પ્લાસ્ટ એ નવીનતમ ટેકનોલોજી અને નવી પ્રોડકટ્સ પ્લાસ્ટિક પ્રોસેસર્સ માટે દર્શાવવાનું તમામ એકિઝબિટર્સ માટેનું એક આદર્શ પ્લેટફોર્મ છે.

આ મેળો ન્યુ દિલ્હીના ગ્રેઇટર નોઇડામાં તા. ર૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી યોજવામાં આવેલ છે. તેમાં ભારત થતા વિશ્વના અનેક દેશોના પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ ઉત્પાદકો તેની મશીનરી તથા માલ અંગેની જાણકારી અને ઉત્પાદન પદ્ધતિની જાણકારી આપશે. આ મેળામાં વિશ્વના લગભગ ૧૮થી રપ દેશોના ઉત્પાદક તેમજ ૯૦૦થી પણ વધુ સ્ટોલ રાખવામાં આવે છે અને ઓછામાં ઓછા ૧ લાખથી વધુ વ્યકિતઓ ઉત્પાદકો તેમજ નવા સાહસ શરૂ કરવા યુવાનો પણ મુલાકાત લઇ જાણકારી મેળવશે.

ભારતના ૩પ૦થી ૪૦૦ પ્લાસ્ટિકને લગતા ઉત્પાદકો એ પોતાના વિદેશી ઉત્પાદકો ઉપરાંત સ્ટોલો રાખે છે. તેમાં સંપૂર્ણ જાણકારી આપશે.

આ અંગેની વધુ માહિતી માટે WWW.India Plast. Org/ INFO @ India Plast.Org તે ઉપરાંત મો.નં. 98450 89641. વધુ જાણકારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીના ઉત્પાદકો તથા નવા સાહસસિકોએ માહિતી મેળવી લેવી. (૮.૪)

(12:10 pm IST)