Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કિસ આપવા ગર્લફ્રેન્ડે રાખી અજીબ શરત : બુરખો પહેરીને નીકળ્યો બોયફ્રેન્ડ અને પછી જે થયું...

ચેન્નઈ તા. ૨૨ : વેલેન્ટાઈન ડે પર એક ૨૨ વર્ષના છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડ પાસે કિસની માંગ કરી લીધી, પરંતુ ગર્લફ્રેન્ડે તેને કહ્યું કે આ કિસ તેણે કમાવવી પડશે. છોકરાએ પૂછ્યું કે કેવી રીતે તો છોકરીએ તેની સામે શરત રાખી દીધી- રોયાપેટ્ટાહથી મરીના સુધી બુરખો પહેરીને જવું પડશે. જયાં તે તેના ઈનામનો ઈંતેજા કરશે.

આઈટીઆઈમા ભણતો શકિતવેલે કંઈ વિચાર્યા વિના જ બુરખો પહેરીને નીકળી પડ્યો. શંકાશીલ ચાલ જોઈ લોકોને તેના પર શક થઈયો અને જયારે લોકોએ તેને રોકયો અને પૂછપરછ કરી ત્યારે તેનું જૂઠ પકડાઈ ગયું. જે બાદ લોકોએ તેની ભારે પીટાઈ કરી દીધી. પોલીસ આવ્યા બાદ જયારે છોકરાએ બુરખો પહેરવાનું કારણ બતાવ્યું તો સૌકોઈ દંગ રહી ગયા.

જાણકારી મુજબ આ ગટના ચેન્નઈમાં રહેતા ૨૨ વર્ષના આઈટીઆઈના વિદ્યાર્થી શકિતવેલ સાથે મંગળવારે રાત્રે બની. છોકરો બુરખો પહેરીને રોયાપેટ્ટા વિસ્તારથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જ ચાલ અને પુરુષોના ચપ્પલ જોઈ લોકોને તેના પર શક થઈ ગયો. જે બાદ સચ્ચાઈ જાણવા માટે લોકો તેની નજીક પહોંચ્યા તો તેનો રાજ ખુલી ગયો અને લોકોએ તેને ચોર સમજી ભારે પીટાઈ કરી મૂકી, પછી તેને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે પૂછપરછ કરી તો છોકરાએ બુરખો પહેરવાનું સાચું કારણ જણાવ્યું.

છોકરા મુજબ વેલેન્ટાઈન ડે પર જયારે તેણે પોતાની ગર્લફ્રેન્ડને કિસ આપવા કહ્યું તો છોકરીએ તેની ડિમાન્ડ પૂરી કરવા માટે તેની સમક્ષ એક શરત રાખી હતી કે જયારે તું બુરખો પહેરીને રોયાપેટ્ટાથી મરીન બીચ સુધી આવિશ તે બાદ જ કિસ આપીશ. જેની લાલચમાં છોકરો શરત પૂરી કરવા માટે તૈયાર થઈ ગયો હતો. દરમિયાન જયારે તે રસ્તામાં હતો તો પોતાની અજીબોગરી ચાલ અને પુરુષો જેવી ચપ્પલ પહેર્યાં હોવાના કારણે પકડાઈ ગયો. લોકોને લાગ્યું કે તે કોઈ ચોર છે અને ચોરી કરવા માટે ભેષ બદલીને કયાંક જઈ રહ્યો છે. જે બાદ લોકોએ પકડીને તેની ભારે ધોલાઈ કરી હતી.(૨૧.૫)

 

(10:31 am IST)