Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમેરિકામાં ફરીવાર બરફનું વાવઝોડુ ત્રાટક્યું :39 રાજ્યોમાં હિમવર્ષાની અસર :2200 ફ્લાઇટો રદ :4700 વિમાનો મોડા

ન્યૂયોર્ક શહેરમાં બરફવર્ષા થયા બાદ અમેરિકાની મોટાંભાગની સ્કૂલો બંધ : ફિલાડેલ્ફિઆમાં 1 વાગ્યા બાદ કોલ બ્લૂ ઇમરજન્સી જાહેર

અમેરિકામાં ગત મહિને -40 ડિગ્રી તાપમાન સહન કર્યા બાદ ફરીવાર બરફનું વાવાઝોડું ત્રાટક્યું છે મિડવેસ્ટ અને ઇસ્ટ કોસ્ટમાં વાવાઝોડું ત્રાટક્યું છે.અહીં વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. 39 રાજ્યો હિમવર્ષાની અસર હેઠળ છે.સ્થિતિ એટલી તંગ છે કે સમગ્ર દેશમાં મુખ્ય એરપોર્ટ પર 2,200 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને 4,700 ફ્લાઇટ્સ મોડી પડી છે

  . વાવાઝોડાંના કારણે મોટાંભાગની સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી છે. ભારે વરસાદ અને પવનના કારણે વોશિંગ્ટન ડી.સી.ની ફેડરલ ઓફિસો પણ બંધ છે. ન્યૂયોર્ક શહેરમાં બરફવર્ષા થયા બાદ અમેરિકાની મોટાંભાગની સ્કૂલો હિમવર્ષાની આગાહીના પગલે બંધ કરી દેવામાં આવી હતી. ફિલાડેલ્ફિઆમાં 1 વાગ્યા બાદ કોલ બ્લૂ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી

(12:00 am IST)