Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક ફાયરીંગ : ફ્લાય ઓવરમાંથી બે આરોપીઓ ઝડપાયા

પોલીસનો મોટો કાફલો ઘટનાં સ્થળે ખડકી દેવાયો

નવી દિલ્હી :દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક ફાયરિંગ થયાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ ફાયરિંગની માહિતી મેળવ્યા બાદ પોલીસકર્મીઓ દોડી ગયા છે દિલ્હી પોલીસે ગુનેગારને પકડી પાડ્યા છે. પોલીસે ફ્લાય ઓવરમાંથી બે આરોપીઓને પકડ્યા છે. ત્યાં ભારે પોલીસ દળ અત્યારે તૈનાત કરવામાં આવ્યા છે.

એક પત્રકારે કહ્યું કે માણસનો હેતુ શું હતો અને તે શા માટે પોલીસ પાસે આવ્યો તે હુમલાખોરોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહાયો છે. અક્ષરધામ મંદિરની આ ઘટનાં દેશ માટે કાલે મોટો હુમલો બની જશે એવી શઁકા પણ વ્યક્ત કરવામા આવી રહી છે.

ગાંધીનગર અક્ષરધામ હુમલામાં પણ આતંકવાદીઓનો હાથ હતો અને તે હુમલાને ધ્યાનમાં રાખીને પોલીસ કોઈ રિક્સ લેવા નથી માંગતી જેથી કરીને પોલીસનો કાફલો ઘટનાં સ્થળે ખડકી દેવામાં આવ્યો છે

(9:04 am IST)